Budget 2024: કેરળના નાણા પ્રધાન કેએન બાલગોપાલે ગુરુવારે કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ સાથેની તેમની બેઠકમાં રાજ્ય માટે વિશેષ પેકેજ અને વધુ ઉધારની મંજૂરી જેવી માંગણીઓ રજૂ કરી હતી. આ દરમિયાન કેરળની માંગણીઓ અંગે સીતારમણને વિગતવાર મેમોરેન્ડમ સુપરત કરવામાં આવ્યું હતું. મેમોરેન્ડમમાં, બાલગોપાલે કહ્યું કે કેરળ રાજકોષીય એકત્રીકરણના માર્ગ પર છે, પરંતુ કેન્દ્ર તરફથી રેવન્યુ ટ્રાન્સફરના અભાવ અને ઉધાર પ્રતિબંધોને કારણે તે ગંભીર નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યું છે. બેઠક પછી પત્રકારો સાથે વાત કરતા બાલગોપાલે કહ્યું કે લોકસભા ચૂંટણી પછી સીતારમણે નાણામંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો તે પછી આ સૌજન્ય બેઠક હતી.