Union budget 2024: નવેમ્બરમાં શરૂ થયેલી મજબૂત તેજી પછી, ભારતીય શેરબજાર જાન્યુઆરી 2024ના મધ્યથી ઘટી રહ્યું છે. ગત સપ્તાહે માર્કેટમાં ઘણું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. HDFC બેંકના નિરાશાજનક પ્રદર્શનને કારણે બજાર પર દબાણ છે. બેન્ચમાર્ક નિફ્ટી ઇન્ડેક્સમાં 35 ટકા વેઇટેજ ધરાવતા બેન્કિંગ સેક્ટરે બજાર પર સૌથી વધુ દબાણ સર્જ્યું છે. હવે રોકાણકારો 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા વચગાળાના બજેટ પર નજર રાખી રહ્યા છે. તો ચાલો એન્જલ વનના સમીત ચૌહાણના પ્રી-બજેટની પરિસ્થિતિનું વિશ્લેષણ જોઈએ.