Get App

Union Budget: નાણામંત્રી કૃષિ અને બિહાર-આંધ્ર પર થયા મહેરબાન, પોઇન્ટ પ્રમાણે સમજો બજેટની મોટી જાહેરાતો

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, 25 હજાર ગ્રામીણ વસાહતોને સર્વ-હવામાન રસ્તાઓ આપવા માટે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો તબક્કો 4 શરૂ કરવામાં આવશે.

MoneyControl Newsઅપડેટેડ Jul 23, 2024 પર 12:54 PM
Union Budget: નાણામંત્રી કૃષિ અને બિહાર-આંધ્ર પર થયા મહેરબાન, પોઇન્ટ પ્રમાણે સમજો બજેટની મોટી જાહેરાતોUnion Budget: નાણામંત્રી કૃષિ અને બિહાર-આંધ્ર પર થયા મહેરબાન, પોઇન્ટ પ્રમાણે સમજો બજેટની મોટી જાહેરાતો
ટૂરિઝમ પર ખાસ ભાર, ઓડિશા ટૂરિઝમને પ્રોત્સાહન આપશે સરકાર

Union Budget:-

25 હજાર વસાહતોમાં પૂરને પહોંચી વળવાની તૈયારી, હવામાન અનુકૂળ રસ્તાઓ બનાવવામાં આવશે

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, 25 હજાર ગ્રામીણ વસાહતોને સર્વ-હવામાન રસ્તાઓ આપવા માટે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો તબક્કો 4 શરૂ કરવામાં આવશે. બિહારમાં અવારનવાર પૂર આવે છે. નેપાળમાં પૂર નિયંત્રણ માળખાં બાંધવાની યોજના હજુ આગળ વધી નથી. અમારી સરકાર અંદાજિત 11,500 કરોડ રૂપિયાના ખર્ચે નાણાકીય સહાય પૂરી પાડશે. દર વર્ષે પૂરનો ભોગ બનેલા આસામને પૂર વ્યવસ્થાપન અને સંબંધિત પ્રોજેક્ટ માટે સહાય મળશે. હિમાચલ પ્રદેશ, જેણે પૂરને કારણે વ્યાપક નુકસાન સહન કર્યું છે, તેને પણ બહુપક્ષીય સહાય દ્વારા પુનર્નિર્માણ માટે સમર્થન મળશે. આ ઉપરાંત ભૂસ્ખલન અને વાદળ ફાટવાને કારણે ઘણું નુકસાન પામેલા ઉત્તરાખંડને પણ સહાય પૂરી પાડવામાં આવશે.

કૃષિ ક્ષેત્ર માટે 1.5 લાખ કરોડની જોગવાઈ

ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે આ વખતે બજેટમાં 1.52 લાખ કરોડની મસમોટી જાહેરાત કરવામાં આવી છે. આ ફંડની મદદથી કૃષિ ક્ષેત્રને બને તેટલો ફાયદો પહોંચાડવાનો પ્રયાસ કરાશે. ખેતીની ઉત્પાદકતા વધારવા માટે પગલાં લેવામાં આવશે. વધારે ઉપજ આપતા પાકની જાતો (પ્રકાર)નો ઉપયોગ કરવામાં આવશે. સંશોધનને પ્રોત્સાહ આપવામાં આવશે. સરકાર કુદરતી ખેતી પર ધ્યાન કેન્દ્રિત કરશે. પાકના ઉત્પાદન, સંગ્રહ અને માર્કેટિંગ માટેની વ્યવસ્થા કરવામાં આવશે. શિક્ષણ અને કૌશલ્ય માટે રૂ. 1.48 લાખનો ખર્ચ થશે. શાકભાજીના ઉત્પાદન અને સપ્લાય ચેઇન માટે ક્લસ્ટર બનાવવામાં આવશે. 400 જિલ્લામાં પાકનો સર્વે કરવામાં આવશે તેમજ 32 પાકોની 109 નવી જાતો રજૂ કરવામાં આવશે.

PM અર્બન હાઉસિંગ પ્લાન માટે 10 લાખ કરોડ

નાણામંત્રીએ PM અર્બન હાઉસિંગ પ્લાન માટે 10 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. નાણામંત્રીએ કહ્યું કે રેન્ટલ હાઉસિંગને પ્રોત્સાહન અને રેગ્યુલેશન કરવા માટે નિયમો બનાવવામાં આવશે. સ્ટેમ્પ ડ્યુટી ઘટાડનારા રાજ્યોને પ્રોત્સાહન આપવામાં આવશે. એનર્જી ટ્રાંન્જિશન માટે નવી નીતિ લાવવામાં આવશે. એક કરોડ ઘરો માટે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. મહિલાઓના નામની નોંધણી પર સ્ટેમ્પ ડ્યુટીમાં રાહતનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. નાના ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ખાનગી ક્ષેત્રના સહયોગથી બનાવવામાં આવશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો