ભારતની વધતી જતી તાંબાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અદાણી ગ્રુપે હવે સાત સમુદ્ર પાર મોટું પગલું ભર્યું છે. PTI ના અહેવાલ મુજબ, Adani Enterprisesની સબસિડિયરી કંપની Kutch Copper Ltd (KCL) અને ચિલીની સરકારી તાંબુ ઉત્પાદક કંપની Codelco વચ્ચે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા છે.

