Indian Pharma Sector: ભારતનું ફાર્મા સેક્ટર હવે માત્ર ઓછા ખર્ચવાળી સસ્તી જેનેરિક દવાઓ પૂરતું સીમિત ન રહેતા મોંઘી દવાઓ, જટિલ કેમિકલ પ્રોસેસ અને એડવાન્સ ટ્રીટમેન્ટ (આધુનિક સારવાર) તરફ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. નિષ્ણાતોએ આ અંગે પોતાનો મત વ્યક્ત કરતા જણાવ્યું છે કે, ભારતની દવા કંપનીઓ આત્મનિર્ભર બનવા, વિદેશી આયાત પરની નિર્ભરતા ઘટાડવા અને વૈશ્વિક સ્પર્ધામાં પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે દેશમાં જ એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઈન્ગ્રેડિયન્ટ્સ (API) ના મેન્યુફેક્ચરિંગમાં મોટું રોકાણ કરી રહી છે.

