Get App

ઓપરેશન સિંદૂર બાદ આ ડિફેન્સ સ્ટોકે આપ્યું 337% રિટર્ન, રોકાણકારો માલામાલ! શું તમારા પોર્ટફોલિયોમાં છે આ શેર?

Defence Stocks to Buy: ઓપરેશન સિંદૂર બાદ ડિફેન્સ સેક્ટરમાં તેજીનો માહોલ છે. MTAR Technologies એ એક જ વર્ષમાં 337% રિટર્ન આપીને રોકાણકારોને ચોંકાવી દીધા છે. જાણો આ સ્ટોકની તેજી પાછળના મુખ્ય કારણો અને એક્સપર્ટની સલાહ.

MoneyControl Newsઅપડેટેડ May 07, 2026 પર 11:42 AM
ઓપરેશન સિંદૂર બાદ આ ડિફેન્સ સ્ટોકે આપ્યું 337% રિટર્ન, રોકાણકારો માલામાલ! શું તમારા પોર્ટફોલિયોમાં છે આ શેર?ઓપરેશન સિંદૂર બાદ આ ડિફેન્સ સ્ટોકે આપ્યું 337% રિટર્ન, રોકાણકારો માલામાલ! શું તમારા પોર્ટફોલિયોમાં છે આ શેર?
Defence Stocks to Buy: ભારતીય શેરબજારમાં અત્યારે ડિફેન્સ સ્ટોક્સનો દબદબો જોવા મળી રહ્યો છે.

Defence Stocks to Buy: ભારતીય શેરબજારમાં અત્યારે ડિફેન્સ સ્ટોક્સનો દબદબો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ‘ઓપરેશન સિંદૂર' બાદ સંરક્ષણ ક્ષેત્રની કંપનીઓના શેરમાં જે ઉછાળો આવ્યો છે, તેણે રોકાણકારોને મબલખ કમાણી કરાવી આપી છે. આ તેજીમાં સૌથી મોખરે રહેલી કંપની છે MTAR Technologies. આ સ્ટોકે માત્ર એક જ વર્ષમાં તેના રોકાણકારોને 337% થી વધુનું રિટર્ન આપીને માલામાલ કરી દીધા છે.

શું છે ઓપરેશન સિંદૂર અને તેની અસર?

તમને જણાવી દઈએ કે, 6-7 મે, 2025 ની રાત્રે ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન શાસિત કાશ્મીરમાં આતંકી ઠેકાણાઓ પર એક મોટી કાર્યવાહી કરી હતી, જેને 'ઓપરેશન સિંદૂર' નામ આપવામાં આવ્યું હતું. આ ઓપરેશનની સફળતાના એક વર્ષ પૂર્ણ થતા ભારતીય સેનાએ એક વીડિયો જાહેર કરી દેશનો મજબૂત ઈરાદો ફરી રજૂ કર્યો છે.

આ ઓપરેશનની સીધી અસર શેરબજાર પર પણ જોવા મળી. ‘આઉટલુક બિઝનેસ'ના રિપોર્ટ અનુસાર, ઓપરેશન સિંદૂર બાદ છેલ્લા એક વર્ષમાં ભારતના ડિફેન્સ સ્ટોક્સમાં સરેરાશ 37%નો વધારો થયો છે, જેનાથી આ સેક્ટરના માર્કેટ કેપમાં 2.9 લાખ કરોડ રૂપિયાનો ધરખમ વધારો થયો છે.

ડિફેન્સ સ્ટોક્સમાં તેજીના 3 મુખ્ય કારણો

માત્ર ઓપરેશન સિંદૂર જ નહીં, પણ 2025 માં બીજા ત્રણ મોટા પરિબળોએ પણ ડિફેન્સ શેરોને બૂસ્ટ આપ્યું છે:

ભારત-યુએસ ડિફેન્સ ફ્રેમવર્ક એગ્રીમેન્ટ: અમેરિકા સાથેના સંરક્ષણ કરારો.

બધા સમાચાર

+ વધુુ વાંચો