iPhone sales drop India: દશેરા અને દિવાળી જેવા તહેવારોની સિઝનમાં સામાન્ય રીતે બજારમાં ભારે ખરીદી જોવા મળે છે. પરંતુ આ વખતે સ્માર્ટફોન માર્કેટમાં દિગ્ગજ કંપની Appleને મોટો ફટકો પડ્યો છે. ભારતમાં iPhoneના વેચાણમાં સીધો 30%નો મોટો કડાકો બોલી ગયો છે. એક તરફ કંપનીએ નવી iPhone 18 Pro સિરીઝ અને નવા iPhone Duo માર્કેટમાં ઉતાર્યા છે, તો બીજી તરફ ગ્રાહકો હવે આ મોંઘા ફોન ખરીદવામાં રસ નથી દાખવી રહ્યા. વિશ્વના બીજા સૌથી મોટા સ્માર્ટફોન માર્કેટમાં એપલના આ નબળા પ્રદર્શનથી કંપનીના ગ્રોથ પર મોટા સવાલો ઊભા થયા છે.

