Get App

Closing Bell – નિફ્ટીએ 23,000 ના સ્તરને ફરી હાસિલ કર્યો, સેન્સેક્સમાં 308 પોઈન્ટનો ઉછાળો; મિડકેપ અને સ્મોલકેપ શેરોનું પ્રદર્શન નબળું રહ્યું

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં ટ્રેન્ટ, ઈન્ડિગો, ઈન્ફોસિસ, અપોલો હોસ્પિટલ, પાવર ગ્રિડ, એનટીપીસી, ઈટરનલ અને એચસીએલ ટેક 1.72-5.44 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં શ્રીરામ ફાઈનાન્સ, નેસ્લે ઈન્ડિયા, એમએન્ડએમ, જિયો ફાઈનાન્સ, અદાણી પોર્ટ્સ અને અલ્ટ્રાટેક સિમેન્ટ 1.16-2.13 ટકા સુધી ઘટીને બંધ થયો છે.

MoneyControl Newsઅપડેટેડ Oct 30, 2026 પર 3:45 PM
Closing Bell – નિફ્ટીએ 23,000 ના સ્તરને ફરી હાસિલ કર્યો, સેન્સેક્સમાં 308 પોઈન્ટનો ઉછાળો; મિડકેપ અને સ્મોલકેપ શેરોનું પ્રદર્શન નબળું રહ્યુંClosing Bell – નિફ્ટીએ 23,000 ના સ્તરને ફરી હાસિલ કર્યો, સેન્સેક્સમાં 308 પોઈન્ટનો ઉછાળો; મિડકેપ અને સ્મોલકેપ શેરોનું પ્રદર્શન નબળું રહ્યું
ભારતીય રૂપિયો 30 પૈસા ઉછળીને 94.95 ના સ્તર પર બંધ થયો. જ્યારે ગુરૂવારે ભારતીય રૂપિયો 95.25 ના સ્તર પર બંધ થયો હતો.

આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 23000 ની ઉપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 74,459 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 23,118.10 સુધી ઉછળી તો સેન્સેક્સ 74,742.59 સુધી પહોંચ્યો હતો.

ભારતીય રૂપિયો 30 પૈસા ઉછળીને 94.95 ના સ્તર પર બંધ થયો. જ્યારે ગુરૂવારે ભારતીય રૂપિયો 95.25 ના સ્તર પર બંધ થયો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં નબળાઈ જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.05 ટકા ઘટીને 57,234.65 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.85 ટકા ઘટાડાની સાથે 18,463.75 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 308.49 અંક એટલે કે 0.42% ની મજબૂતીની સાથે 74,459.53 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 116.35 અંક એટલે કે 0.51% ની વધારાની સાથે 23,053.10 ના સ્તર પર બંધ થયા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો