Get App

ટાટા ગ્રુપમાં મોટો વિવાદ: નોએલ ટાટાએ એન ચંદ્રશેખરનની ચેરમેન પદે પુનઃનિમણૂકને 'ગેરકાયદેસર' ગણાવી, જાણો શું છે સમગ્ર મામલો?

ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન નોએલ ટાટાએ એન ચંદ્રશેખરનને ટાટા સન્સના ચેરમેન પદે મળેલા 5 વર્ષના એક્સટેન્શનને 'ગેરકાયદેસર' ગણાવ્યું છે. જાણો ટાટા ગ્રુપના આ મોટા વિવાદની સંપૂર્ણ વિગતો.

MoneyControl Newsઅપડેટેડ Sep 17, 2026 પર 6:00 PM
ટાટા ગ્રુપમાં મોટો વિવાદ: નોએલ ટાટાએ એન ચંદ્રશેખરનની ચેરમેન પદે પુનઃનિમણૂકને 'ગેરકાયદેસર' ગણાવી, જાણો શું છે સમગ્ર મામલો?ટાટા ગ્રુપમાં મોટો વિવાદ: નોએલ ટાટાએ એન ચંદ્રશેખરનની ચેરમેન પદે પુનઃનિમણૂકને 'ગેરકાયદેસર' ગણાવી, જાણો શું છે સમગ્ર મામલો?
કંપનીના નિયમ મુજબ, જો કોઈ વ્યક્તિને ડિરેક્ટર પદ પરથી હટાવી દેવામાં આવે, તો તે ચેરમેન પદે રહી શકે નહીં.

દેશના સૌથી પ્રતિષ્ઠિત અને મોટા બિઝનેસ ગ્રુપ Tata Groupની ટોચની લીડરશીપમાં હાલમાં મોટો ખળભળાટ મચી ગયો છે. ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન નોએલ ટાટાએ ટાટા સન્સના ચેરમેન પદે એન ચંદ્રશેખરનની પુનઃનિમણૂકને ગેરકાયદેસર ગણાવીને બોર્ડના નિર્ણય સામે ખુલ્લેઆમ સવાલો ઊભા કર્યા છે. આ વિવાદની સીધી અસર ટાટા ગ્રુપના ભવિષ્યના નેતૃત્વ પર પડી શકે છે.

17 સપ્ટેમ્બરની બોર્ડ મીટિંગમાં શું થયું હતું?

ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની 'ટાટા સન્સ' ની બોર્ડ મીટિંગ ગત 17 સપ્ટેમ્બરના રોજ યોજાઈ હતી. આ બેઠકમાં એન ચંદ્રશેખરનને એક્સટેન્શન આપવાનો પ્રસ્તાવ રજૂ થયો હતો. પ્રસ્તાવ મુજબ, 20 ફેબ્રુઆરી, 2027 ના રોજ તેમનો વર્તમાન કાર્યકાળ પૂરો થયા પછી વધુ 5 વર્ષ માટે તેમને ચેરમેન પદે જાળવી રાખવાના હતા. આ બેઠકમાં 4-1 ના વોટિંગથી આ પ્રસ્તાવ પસાર થઈ ગયો હતો. જોકે, ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન નોએલ ટાટાએ આ પ્રસ્તાવની વિરુદ્ધમાં મત આપ્યો હતો. છતાં ચંદ્રશેખરનને એક્સટેન્શન મળતા ટાટા ગ્રુપના શેરોમાં તેજી જોવા મળી હતી.

નોએલ ટાટાએ નિર્ણયને કેમ ગણાવ્યો ગેરકાયદેસર?

મનીકંટ્રોલને આપેલા એક સંક્ષિપ્ત ઈન્ટરવ્યુમાં નોએલ ટાટાએ પોતાની નારાજગી વ્યક્ત કરતા સ્પષ્ટ કર્યું હતું કે, "મેં ચંદ્રાની પુનઃનિમણૂકના પ્રસ્તાવ વિરુદ્ધ મત આપ્યો હતો. કાનૂની સલાહના આધારે મારા વીટોને ખોટી રીતે ફગાવી દેવામાં આવ્યો છે. આ નિર્ણય ગેરકાયદેસર છે અને મેં આ અંગે મારો સત્તાવાર વિરોધ નોંધાવ્યો છે."

શું છે વિવાદનું મૂળ કારણ?

આ આખા પેચવાળા મામલાનું મૂળ ટાટા સન્સના 'આર્ટિકલ્સ ઓફ એસોસિએશન' નો એક નિયમ છે. આ આર્ટિકલ મુજબ, ટાટા ટ્રસ્ટ્સ દ્વારા ટાટા સન્સના બોર્ડમાં નિયુક્ત કરાયેલા અડધાથી વધુ ડિરેક્ટર્સની મંજૂરી હોય તો જ કોઈ નિર્ણય અમલમાં મૂકી શકાય. હાલમાં ટાટા સન્સના બોર્ડમાં એન ચંદ્રશેખરન, નોએલ ટાટા, વેણુ શ્રીનિવાસન, સૌરભ અગ્રવાલ, હરીશ મનવાની અને અનિતા એમ જ્યોર્જ સામેલ છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો