Get App

RBIનો મોટો માસ્ટરસ્ટ્રોક: સરકારી બોન્ડ વેચીને બજારમાંથી એકસાથે ખેંચી લીધા 50,000 કરોડ, જાણો કેમ લેવાયું આ પગલું?

ભારતીય રિઝર્વ બેંકએ બેંકિંગ સિસ્ટમમાં રહેલી વધારાની રોકડ ઘટાડવા અને મોંઘવારીને ડામવા મોટો નિર્ણય લીધો છે. RBI એ OMO હેઠળ 50,000 કરોડના સરકારી બોન્ડ વેચ્યા છે. જાણો સંપૂર્ણ વિગત.

MoneyControl Newsઅપડેટેડ Sep 17, 2026 પર 6:55 PM
RBIનો મોટો માસ્ટરસ્ટ્રોક: સરકારી બોન્ડ વેચીને બજારમાંથી એકસાથે ખેંચી લીધા 50,000 કરોડ, જાણો કેમ લેવાયું આ પગલું?RBIનો મોટો માસ્ટરસ્ટ્રોક: સરકારી બોન્ડ વેચીને બજારમાંથી એકસાથે ખેંચી લીધા 50,000 કરોડ, જાણો કેમ લેવાયું આ પગલું?
બેંકિંગ સિસ્ટમમાં રોકડનું સંતુલન જાળવી રાખવા માટે રિઝર્વ બેંકે કુલ 1 લાખ કરોડના OMO વેચાણની જાહેરાત કરી છે. આ પ્રક્રિયા ત્રણ હપ્તામાં પૂરી કરવામાં આવશે.

RBI News : ભારતીય રિઝર્વ બેંકએ દેશની બેંકિંગ સિસ્ટમમાં રહેલી વધારાની રોકડને કંટ્રોલ કરવા માટે એક મોટું પગલું ભર્યું છે. ગુરુવારે કેન્દ્રીય બેંકે ઓપન માર્કેટ ઓપરેશન હેઠળ સરકારી જામીનગીરીઓનું વેચાણ કરીને બજારમાંથી 50,000 કરોડ એકઠા કર્યા છે. આ પ્રક્રિયામાં રોકાણકારો અને બેંકોની બોલીઓ સ્વીકારવામાં આવી છે, જેનાથી આટલી મોટી રકમ સીધી RBI પાસે જમા થઈ ગઈ છે.

કયા સરકારી બોન્ડનું થયું વેચાણ?

RBI દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, આ હરાજીમાં અલગ-અલગ મુદતવાળા સરકારી બોન્ડ વેચવામાં આવ્યા છે, જેની વિગતો નીચે મુજબ છે.

2032 ની મુદતવાળા બોન્ડ (8.28% વ્યાજ દર): સૌથી વધુ 18,840 કરોડની બોલી સ્વીકારાઈ, જેનું કટ-ઓફ યીલ્ડ 7.0090% રહ્યું.

2030 ની મુદતવાળા બોન્ડ: 5.77% વ્યાજ દરવાળા 12,645 કરોડના અને 7.61% વ્યાજ દરવાળા 1,005 કરોડના બોન્ડ વેચાયા.

2029 ની મુદતવાળા બોન્ડ: 7.59% વ્યાજ દરવાળા 7,005 કરોડના અને 6.79% વ્યાજ દરવાળા 7,255 કરોડના બોન્ડ સ્વીકારાયા.

2031 ની મુદતવાળા બોન્ડ: 6.68% વ્યાજ દર ધરાવતા 3,250 કરોડના બોન્ડનું વેચાણ થયું.

બધા સમાચાર

+ વધુુ વાંચો