Top 10 Companies M-Cap: ભારતીય શેરબજારમાં રોકાણકારો માટે દરેક સપ્તાહ કંઈક નવું લઈને આવે છે. ક્યારેક માર્કેટ નવી ઊંચાઈઓને સ્પર્શે છે, તો ક્યારેક અચાનક આવતો ઘટાડો રોકાણકારોના શ્વાસ અદ્ધર કરી દે છે. વીતેલા સપ્તાહમાં પણ ભારતીય શેરબજારમાં કંઈક આવો જ માહોલ જોવા મળ્યો હતો. સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી (Nifty) બંનેમાં મામૂલી ઘટાડો નોંધાયો હતો, પરંતુ તેની સૌથી મોટી અસર દેશની સૌથી મૂલ્યવાન એટલે કે ટોપ 10 કંપનીઓ પર પડી છે.

