Get App

ભારતીય શેરબજારને ઇતિહાસનો સૌથી મોટો ઝટકો: ગ્લોબલ ‘Top 100' કંપનીઓના લિસ્ટમાંથી ભારત આઉટ, Reliance-TCSમાં મોટું ધોવાણ

India Out of Global Top 100 Companies List: ભારતીય શેરબજાર માટે અત્યંત ખરાબ સમાચાર. ગ્લોબલ Top 100 કંપનીઓના લિસ્ટમાંથી ભારત બહાર ફેંકાયું. Reliance, HDFC અને TCS જેવી દિગ્ગજ કંપનીઓના રેન્કિંગમાં ઐતિહાસિક ઘટાડો. જાણો માર્કેટ ક્રેશ થવા પાછળના 4 મુખ્ય કારણો.

MoneyControl Newsઅપડેટેડ May 19, 2026 પર 11:28 AM
ભારતીય શેરબજારને ઇતિહાસનો સૌથી મોટો ઝટકો: ગ્લોબલ ‘Top 100' કંપનીઓના લિસ્ટમાંથી ભારત આઉટ, Reliance-TCSમાં મોટું ધોવાણભારતીય શેરબજારને ઇતિહાસનો સૌથી મોટો ઝટકો: ગ્લોબલ ‘Top 100' કંપનીઓના લિસ્ટમાંથી ભારત આઉટ, Reliance-TCSમાં મોટું ધોવાણ
India Out of Global Top 100 Companies List: ભારતીય શેરબજાર માટે અત્યંત ખરાબ સમાચાર. ગ્લોબલ Top 100 કંપનીઓના લિસ્ટમાંથી ભારત બહાર ફેંકાયું.

India Out of Global Top 100 Companies List: ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ભારે વેચાણના દોરે દેશને એક એવા વળાંક પર લાવી દીધો છે, જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. ગ્લોબલ માર્કેટમાં હંમેશા પોતાનો દબદબો જમાવનાર ભારત હવે માર્કેટ કેપિટલાઈઝેશનની દ્રષ્ટિએ દુનિયાની ‘Top 100' કંપનીઓના લિસ્ટમાંથી સંપૂર્ણપણે બહાર થઈ ગયું છે.

વર્ષ 2025ની શરૂઆત સુધી આ ગ્લોબલ લિસ્ટમાં ભારતનો સિક્કો ચાલતો હતો અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL), HDFC બેંક અને TCS જેવી દિગ્ગજ કંપનીઓ Top 100 માં શાનથી ઊભી હતી. પરંતુ વિદેશી રોકાણકારો (FIIs) ની સતત વેકવાલી અને બજારની નબળાઈએ ભારત પાસેથી આ ગૌરવ છીનવી લીધું છે.

રિલાયન્સથી લઈને TCS સુધી: રેન્કિંગમાં ઐતિહાસિક ઘટાડો

દુનિયાના નકશા પર ભારતીય દિગ્ગજ કંપનીઓના રેન્કિંગ કેટલી ખરાબ રીતે ગગડ્યા છે, તે આ આંકડાઓ પરથી સમજી શકાય છે:

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL): દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ, જે વર્ષ 2025 ની શરૂઆતમાં 57 માં અને 2026 ની શરૂઆતમાં 73 માં ક્રમે હતી, તે હવે પટકાઈને 106 માં સ્થાને આવી ગઈ છે.

HDFC બેંક: ભારતની સૌથી મોટી પ્રાઈવેટ બેંક 2025 ની શરૂઆતમાં 97 માં સ્થાને હતી, જે હવે ગગડીને 190 માં નંબરે પહોંચી છે.

ભારતી એરટેલ (Bharti Airtel): 2026ની શરૂઆતમાં 164 માં ક્રમે રહેલી આ ટેલિકોમ કંપની હવે 202 માં સ્થાને છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો