CEAT Q2 Results: CEAT લિમિટેડે નાણાકીય વર્ષ 2026ની બીજી ત્રિમાસિકમાં નોંધપાત્ર નાણાકીય વૃદ્ધિ હાંસલ કરી છે. કંપનીનો કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ 52.9% વધીને 185.7 કરોડ થયો, જે ગત વર્ષે આ જ ત્રિમાસિકમાં 121.5 કરોડ હતો. આ સાથે, રેવન્યુમાં 14.2%નો વધારો થયો અને તે 3,772.7 કરોડ રહ્યો, જે ગત વર્ષે 3,304.5 કરોડ હતો. EBITDA 38.8% વધીને 510.6 કરોડ થયો, જેમાં EBITDA માર્જિન 13.5% રહ્યું. સ્ટેન્ડઅલોન રેવન્યુ 3,701.1 કરોડ રહ્યો, જેમાં 12.2%ની વૃદ્ધિ નોંધાઈ, અને EBITDA માર્જિન 13.7% રહ્યું.

