Get App

એલોન મસ્કને ફટકો: એક જ દિવસમાં ડૂબ્યા 44.4 અબજ ડોલર, ટેસ્લા અને સ્પેસએક્સના શેર કડડભૂસ

દુનિયાના સૌથી અમીર ઉદ્યોગપતિ એલોન મસ્કને 44.4 અબજ ડોલરનો મોટો ઝટકો લાગ્યો છે. ટેસ્લા અને સ્પેસએક્સના શેર ગગડતા તેમની સંપત્તિ ઘટીને 745 અબજ ડોલર થઈ ગઈ. જાણો મોટું કારણ.

MoneyControl Newsઅપડેટેડ Jul 23, 2026 પર 11:03 AM
એલોન મસ્કને ફટકો: એક જ દિવસમાં ડૂબ્યા 44.4 અબજ ડોલર, ટેસ્લા અને સ્પેસએક્સના શેર કડડભૂસએલોન મસ્કને ફટકો: એક જ દિવસમાં ડૂબ્યા 44.4 અબજ ડોલર, ટેસ્લા અને સ્પેસએક્સના શેર કડડભૂસ
કંપનીની ઓટોમોબાઈલ બિઝનેસમાંથી આવક ચોક્કસ વધી છે, પરંતુ કાર દીઠ સરેરાશ વેચાણ કિંમત ઓછી થવાને કારણે કંપનીનું કુલ પ્રોફિટ માર્જિન ઘટીને 16.8% રહી ગયું છે.

દુનિયાના સૌથી અમીર બિઝનેસમેન એલોન મસ્કને શેરબજારમાં એક જ દિવસમાં બહુ મોટો આર્થિક ફટકો પડ્યો છે. તેમની દિગ્ગજ કંપનીઓ ટેસ્લા અને સ્પેસએક્સના શેરમાં અચાનક મોટો કડાકો બોલી ગયો. આ ઘટાડાને કારણે મસ્કની કુલ સંપત્તિમાંથી એક જ ઝાટકે 44.4 અબજ ડોલર (લગભગ 4.2 લાખ કરોડ રૂપિયા) સાફ થઈ ગયા છે.

બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સના તાજા આંકડા મુજબ, આ ભયંકર નુકસાન બાદ હવે એલોન મસ્કની કુલ સંપત્તિ ઘટીને 745 અબજ ડોલર રહી ગઈ છે. નોંધનીય છે કે, ગયા મહિને જ મસ્ક દુનિયાના પહેલા ટ્રિલિયનેર બનવાને લઈને ભારે ચર્ચામાં હતા, પરંતુ કંપનીના તાજેતરના ત્રિમાસિક પરિણામોએ રોકાણકારોની ઊંઘ હરામ કરી દીધી છે.

શા માટે ગગડ્યા ટેસ્લાના શેર?

ઈલેક્ટ્રિક કાર બનાવતી કંપની ટેસ્લાએ એપ્રિલ-જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. કંપનીની આવક ભલે અપેક્ષા કરતા વધુ રહી, પરંતુ નફામાં થયેલો ઘટાડો અને નબળા કેશ ફ્લોના કારણે શેરબજારે આ પરિણામોને નેગેટિવ ગણાવ્યા છે. પરિણામો જાહેર થયા બાદ 'આફ્ટર-માર્કેટ ટ્રેડિંગ' માં ટેસ્લાનો શેર લગભગ 5% જેટલો તૂટી ગયો હતો. જો વાત વર્ષ 2026 ની કરીએ તો, આ વર્ષમાં અત્યાર સુધીમાં ટેસ્લાનો શેર 15% જેટલો નીચે આવી ચૂક્યો છે.

આવક વધી, પણ નફો ઘટ્યો

ટેસ્લાના ત્રિમાસિક પરિણામોના મુખ્ય આંકડાઓ પર નજર કરીએ તો,, 28.24 અબજ ડોલર નોંધાઈ, જે ગયા વર્ષની સરખામણીમાં 26% વધારે છે. 0.33 ડોલર રહી, જ્યારે બજારને 0.51 ડોલરની મોટી અપેક્ષા હતી. કંપનીનો નફો 5% ઘટીને 1.11 અબજ ડોલર પર આવી ગયો છે.

માર્જિન અને કેશ ફ્લોએ વધારી ચિંતા

બધા સમાચાર

+ વધુુ વાંચો