Export Promotion Government Scheme: ભારત સરકાર દેશના એક્સપોર્ટને નવું બળ આપવા માટે 25,000 કરોડ રૂપિયાની મહત્વાકાંક્ષી સહાય યોજના શરૂ કરવાની તૈયારીમાં છે. આ યોજના હેઠળ વિત્ત વર્ષ 2025થી 2031 સુધી એક્સપોર્ટરોને નાણાકીય સહાય અને સસ્તી લોનની સુવિધા આપવામાં આવશે. આ મિશનનો હેતુ વૈશ્વિક વેપારમાં આવતી અનિશ્ચિતતાઓ, ખાસ કરીને અમેરિકન ટેરિફની અસરથી ભારતીય એક્સપોર્ટકારોને બચાવવાનો છે.

