Get App

હવે SMS ભૂલી જાઓ! એરટેલ અને ગૂગલ લાવ્યા નવી RCS સર્વિસ, તમારું મેસેજિંગ બનશે WhatsApp જેવું સ્માર્ટ

Google and Airtel Partnership: એરટેલ અને ગૂગલે ભારતમાં યુઝર્સ માટે નવી RCS (રિચ કમ્યુનિકેશન સર્વિસ) મેસેજિંગ સેવા શરૂ કરવા માટે ભાગીદારી કરી છે. હવે એન્ડ્રોઇડ યુઝર્સને મળશે WhatsApp જેવાં આધુનિક ફીચર્સ. જાણો શું છે આ નવી ટેકનોલોજી અને તમારા માટે શું બદલાશે.

MoneyControl Newsઅપડેટેડ Dec 10, 2025 પર 12:25 PM
હવે SMS ભૂલી જાઓ! એરટેલ અને ગૂગલ લાવ્યા નવી RCS સર્વિસ, તમારું મેસેજિંગ બનશે WhatsApp જેવું સ્માર્ટહવે SMS ભૂલી જાઓ! એરટેલ અને ગૂગલ લાવ્યા નવી RCS સર્વિસ, તમારું મેસેજિંગ બનશે WhatsApp જેવું સ્માર્ટ
એરટેલ અને ગુગલે પાર્ટનરશીપ કરી છે.

Google and Airtel Partnership: ભારતની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની ભારતી એરટેલે તેના ગ્રાહકોના મેસેજિંગ અનુભવને સંપૂર્ણપણે બદલવા માટે ગૂગલ સાથે હાથ મિલાવ્યા છે. આ ભાગીદારી અંતર્ગત, એરટેલ હવે તેના નેટવર્ક પર રિચ કમ્યુનિકેશન સર્વિસ (RCS) શરૂ કરવા જઈ રહ્યું છે, જે સામાન્ય SMS કરતા વધુ આધુનિક અને સુવિધાજનક છે.

હવે એરટેલ યુઝર્સને શું મળશે?

જો તમે એરટેલ યુઝર છો અને એન્ડ્રોઇડ સ્માર્ટફોન વાપરો છો, તો હવે તમારું સાદું મેસેજિંગ એપ બિલકુલ WhatsApp જેવું શક્તિશાળી બની જશે. RCS સર્વિસને કારણે હવે તમે:

* હાઈ-ક્વોલિટી ફોટા અને વીડિયો મોકલી શકશો.

* ગ્રુપ ચેટ બનાવી શકશો.

* સામેવાળી વ્યક્તિ મેસેજ વાંચે ત્યારે ‘રીડ રિસીપ્ટ’ (Read Receipt) જોઈ શકશો.

* કોઈ મેસેજ ટાઈપ કરી રહ્યું હોય તો ‘ટાઈપિંગ ઈન્ડિકેટર’ પણ દેખાશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો