Well-being Homes: ભારતમાં રિયલ એસ્ટેટનો ટ્રેન્ડ ઝડપથી પરિવર્તન પામી રહ્યો છે. એક સમય હતો જ્યારે લોકો ઘર ખરીદતી વખતે ફક્ત લોકેશન, કિંમત અને સાઇઝને જ પ્રાથમિકતા આપતા હતા. પરંતુ હવે ઘર માત્ર રહેવાની જગ્યા નથી રહ્યું, તે એક લાઇફસ્ટાઇલ અપગ્રેડ બની ગયું છે. આજે ભારતીય ગ્રાહકો 'વેલ-બીઇંગ હોમ્સ' તરફ વળી રહ્યા છે, જે સ્વાસ્થ્ય, આરામ, ઉત્પાદકતા અને શાંતિને સુધારે તેવા વિસ્તારો છે. સ્માર્ટ ટેકનોલોજી, ટકાઉ ડિઝાઇન અને સ્વસ્થ લાઇફ સ્ટાઇલના વધતા મહત્વને કારણે શહેરોમાં આવા ઘરોની માંગ સતત વધી રહી છે. લોકો પોતાના જૂના ઘરો છોડીને ભવિષ્ય માટે તૈયાર 'વેલનેસ હોમ્સ' તરફ ઝડપથી સ્થળાંતર કરી રહ્યા છે.

