AI stocks global sell-off: અમેરિકા અને એશિયાના મુખ્ય ટેક સ્ટોક્સમાં તાજેતરમાં આવેલા મોટા ઘટાડાએ વિશ્વભરના રોકાણકારોમાં 'AI બબલ'ની ચિંતા વધારી છે. વિશ્લેષકોનું કહેવું છે કે આ ઘટાડો AIના વિકાસના અંતનું સંકેત નથી, પરંતુ એક સામાન્ય સુધારો છે. હવે રોકાણકારો તે કંપનીઓ તરફ વળશે જેમની પાસે વાસ્તવિક અને લાંબા ગાળાના AI સોલ્યુશન્સ છે, નહીં કે તે જે માત્ર પ્રચાર પર આધારિત છે.

