Get App

સરકારે હાઇડ્રોજન ફ્યુઅલ વ્હીકલ માટે 5 પાયલોટ પ્રોજેક્ટ કર્યા શરૂ, આ કંપનીઓને મળી જવાબદારી

નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનના ભાગ રૂપે, સરકારે બસો અને ટ્રકોમાં હાઇડ્રોજનનો ઉપયોગ કરવા માટે 5 પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યા છે.

MoneyControl Newsઅપડેટેડ Mar 04, 2025 પર 11:35 AM
સરકારે હાઇડ્રોજન ફ્યુઅલ વ્હીકલ માટે 5 પાયલોટ પ્રોજેક્ટ કર્યા શરૂ, આ કંપનીઓને મળી જવાબદારીસરકારે હાઇડ્રોજન ફ્યુઅલ વ્હીકલ માટે 5 પાયલોટ પ્રોજેક્ટ કર્યા શરૂ, આ કંપનીઓને મળી જવાબદારી
પ્રોજેક્ટ્સ ટાટા મોટર્સ લિમિટેડ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, NTPC, ANERT, અશોક લેલેન્ડ, HPCL, BPCL અને IOCL જેવી અગ્રણી કંપનીઓને સોંપવામાં આવ્યા છે.

નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે જણાવ્યું હતું કે સરકારે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ હાઇડ્રોજન ફ્યુઅલ આધારિત વ્હીકલના ઉપયોગના ટેસ્ટિંગ માટે પાંચ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યા છે. દેશભરમાં પાયલોટ પ્રોજેક્ટ્સ હેઠળ ટેસ્ટિંગ માટે બસો અને ટ્રક સહિત 37 હાઇડ્રોજન-ફ્યુઅલવાળા વ્હીકલનો ઉપયોગ કરવામાં આવશે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ વ્હીકલ દેશભરમાં 10 અલગ અલગ રૂટ પર દોડશે. નિવેદન અનુસાર, ઉપરોક્ત પ્રોજેક્ટ્સ ટાટા મોટર્સ લિમિટેડ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, NTPC, ANERT, અશોક લેલેન્ડ, HPCL, BPCL અને IOCL જેવી અગ્રણી કંપનીઓને સોંપવામાં આવ્યા છે.

નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન

નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનના ભાગ રૂપે, સરકારે બસો અને ટ્રકોમાં હાઇડ્રોજનનો ઉપયોગ કરવા માટે પાંચ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યા છે. અગાઉ, મંત્રાલયે આ મિશન હેઠળ પરિવહન ક્ષેત્રમાં પાયલોટ પ્રોજેક્ટ્સ લાગુ કરવા માટે ગાઇડલાઇન જાહેર કરી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે તે મુજબ, વિવિધ પ્રકારના હાઇડ્રોજન આધારિત વ્હીકલ, રૂટ અને હાઇડ્રોજન રિફ્યુઅલિંગ સ્ટેશનો માટે દરખાસ્તો આમંત્રિત કરવામાં આવી હતી. વિગતવાર ચકાસણી પછી, કુલ 37 વ્હીકલ (બસ અને ટ્રક) અને નવ હાઇડ્રોજન ફ્યુઅલ સ્ટેશનને સમાવતા પાંચ પાઇલટ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.

208 કરોડની કેન્દ્રીય સહાય

પસંદ કરાયેલા પ્રોજેક્ટ્સ માટે કેન્દ્ર તરફથી કુલ નાણાકીય સહાય આશરે રૂ. ૨૦૮ કરોડ હશે. આ પાયલોટ પ્રોજેક્ટ્સ આગામી 18થી 24 મહિનામાં કાર્યરત થવાની સંભાવના છે. આનાથી દેશમાં મોટા પાયે આવી ટેકનોલોજીને પ્રોત્સાહન આપવાનો માર્ગ મોકળો થશે. આ મિશનનો એક ઉદ્દેશ્ય પાયલોટ ધોરણે તબક્કાવાર રીતે બસો અને ટ્રકોમાં ફ્યુઅલ તરીકે ગ્રીન હાઇડ્રોજનના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે.

આ પણ વાંચો - ‘ખેલાડીઓને તો છોડી દો’, રમતગમત મંત્રીનું રોહિત શર્મા કેસમાં નિવેદન, કોંગ્રેસ-TMCને લીધી આડે હાથ

બધા સમાચાર

+ વધુુ વાંચો