Diwali Bonus: નવરાત્રી દરમિયાન સરકારે રેલવે કર્મચારીઓને ખુશખબર આપી છે. રેલવે કર્મચારીઓને તેમના સપ્ટેમ્બરના પગારમાં પ્રદર્શન આધારિત બોનસ ચૂકવવામાં આવશે. સરકારે આજની કેબિનેટ બેઠક પછી દિવાળી બોનસની જાહેરાત કરી. આ બોનસ ઉત્પાદકતા સાથે જોડાયેલ બોનસ છે. રેલ્વે કર્મચારીઓને 78 દિવસનો પગાર બોનસ તરીકે મળશે. રેલ્વે કર્મચારીઓ ઉપરાંત, કેન્દ્ર સરકારના કર્મચારીઓને દિવાળી પહેલા તહેવાર બોનસ પણ મળે છે.