Cabinet meeting : આજની મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક પૂર્ણ થઈ. આ બેઠકમાં શિપિંગ ક્ષેત્ર માટે ત્રણ યોજનાઓને મંજૂરી આપવામાં આવી. આ ત્રણેય યોજનાઓનો કુલ ખર્ચ રુપિયા 69,725 કરોડ છે. આ બેઠકમાં રુપિયા 25,000 કરોડના દરિયાઈ વિકાસ ભંડોળને મંજૂરી આપવામાં આવી. રુપિયા 19,989 કરોડની શિપબિલ્ડિંગ વિકાસ યોજના અને રુપિયા 24,736 કરોડની નાણાકીય સહાય યોજનાને પણ મંજૂરી આપવામાં આવી. આ ત્રણેય યોજનાઓ રુપિયા 69,725 કરોડની મુખ્ય યોજનાનો ભાગ છે.