Indo-Greece Navy: ભારતે ભૂમધ્યસાગર અને પશ્ચિમ એશિયામાં પોતાની સૈન્ય હાજરીને સતત મજબૂત કરી રહ્યું છે. તાજેતરમાં, ભારતીય નૌકાદળ અને ગ્રીસની હેલેનિક નૌકાદળે 18 સપ્ટેમ્બર 2025ના રોજ એજિયન સાગરમાં પ્રથમ દ્વિપક્ષીય યુદ્ધાભ્યાસ પૂર્ણ કર્યો. આ યુદ્ધાભ્યાસ ભારત અને ગ્રીસ વચ્ચે રણનીતિક સહયોગને નવી ઊંચાઈઓ પર લઈ ગયો છે, જે તુર્કી અને પાકિસ્તાન જેવા દેશો માટે એક મજબૂત સંદેશ છે.