Trump UNGA speech: અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે 23 સપ્ટેમ્બર, 2025ના રોજ 80મી UNGA સેશનમાં વિશ્વને સંબોધિત કરતા ભારત અને ચીન પરથી વાત શરૂ કરી. તેમણે રશિયા-યુક્રેન વોરના સંદર્ભમાં કહ્યું કે, "ચીન અને ઇન્ડિયા વોરના મુખ્ય ફંડર્સ છે, કારણ કે તેઓ રશિયન ઓઇલ ખરીદીને મોસ્કોને આર્થિક મદદ પહોંચાડી રહ્યા છે." આ આરોપથી વૈશ્વિક વેપાર અને ડિપ્લોમસીમાં નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.

