Get App

વિદેશમાં ભારતીય ઈલેક્ટ્રોનિક્સનો ડંકો! 6 મહિનામાં નિકાસ 44% ઉછળીને 32 અબજ ડોલરને પાર, ચિપ્સ અને સર્કિટ બોર્ડની ભારે ડિમાન્ડ

India Electronics Export: વિદેશમાં ભારતીય ઈલેક્ટ્રોનિક્સ સાધનોની માંગમાં જબરદસ્ત ઉછાળો! એપ્રિલથી સપ્ટેમ્બરમાં નિકાસ 44% વધીને 32 અબજ ડોલર પર પહોંચી. જાણો કયા સાધનોની વિદેશમાં સૌથી વધુ માંગ છે.

MoneyControl Newsઅપડેટેડ Nov 19, 2026 પર 10:45 AM
વિદેશમાં ભારતીય ઈલેક્ટ્રોનિક્સનો ડંકો! 6 મહિનામાં નિકાસ 44% ઉછળીને 32 અબજ ડોલરને પાર, ચિપ્સ અને સર્કિટ બોર્ડની ભારે ડિમાન્ડવિદેશમાં ભારતીય ઈલેક્ટ્રોનિક્સનો ડંકો! 6 મહિનામાં નિકાસ 44% ઉછળીને 32 અબજ ડોલરને પાર, ચિપ્સ અને સર્કિટ બોર્ડની ભારે ડિમાન્ડ
વાણિજ્ય મંત્રાલયના ડેટા પર નજર કરીએ તો, કુલ ઈલેક્ટ્રોનિક્સ નિકાસમાં આજે પણ સ્માર્ટફોનનો દબદબો સૌથી વધુ છે, પરંતુ હવે સ્માર્ટફોન સિવાયના અન્ય ઈલેક્ટ્રોનિક સાધનોની નિકાસ તેના કરતાં પણ વધુ ઝડપથી વધી રહી છે.

India Electronics Export: વૈશ્વિક બજારમાં હવે માત્ર ભારતમાં બનેલા સ્માર્ટફોન જ નહીં, પરંતુ અન્ય ઈલેક્ટ્રોનિક સાધનોની માંગમાં પણ જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 6 મહિનામાં (એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન) ભારતની ઈલેક્ટ્રોનિક માલસામાનની નિકાસ વાર્ષિક ધોરણે 44% વધીને 32 અબજ ડોલર પર પહોંચી ગઈ છે.

ગયા નાણાકીય વર્ષના એપ્રિલથી સપ્ટેમ્બરના સમાન ગાળા દરમિયાન ભારતની ઈલેક્ટ્રોનિક્સ નિકાસનો આંકડો 22.20 અબજ ડોલર રહ્યો હતો. ખાસ કરીને પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ (PCB), કમ્યુનિકેશનના સાધનો, મેમરી ચિપ્સ અને સ્ટોરેજ ડિવાઈસિસની નિકાસમાં થયેલા મોટા વધારાને કારણે આ સફળતા મળી છે.

સ્માર્ટફોન કરતાં અન્ય ઈલેક્ટ્રોનિક્સની નિકાસમાં વધુ ઝડપી વૃદ્ધિ

વાણિજ્ય મંત્રાલયના ડેટા પર નજર કરીએ તો, કુલ ઈલેક્ટ્રોનિક્સ નિકાસમાં આજે પણ સ્માર્ટફોનનો દબદબો સૌથી વધુ છે, પરંતુ હવે સ્માર્ટફોન સિવાયના અન્ય ઈલેક્ટ્રોનિક સાધનોની નિકાસ તેના કરતાં પણ વધુ ઝડપથી વધી રહી છે:

બધા સમાચાર

+ વધુુ વાંચો