Get App

'મેં તો કોર્પોરેટ ટેક્સ ઘટાડ્યો અને 12 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી કરી, પણ શું તમે કર્મચારીઓનો પગાર વધાર્યો?'PM મોદીનો ઉદ્યોગપતિઓને વેધક સવાલ

નવી દિલ્હીમાં FICCIના સમારોહમાં PM મોદીએ દેશના ઉદ્યોગપતિઓને તીખો સવાલ પૂછ્યો કે સરકારે કોર્પોરેટ ટેક્સ 30% થી ઘટાડીને 22% કર્યો, પણ શું તમે કર્મચારીઓનો પગાર વધાર્યો?

MoneyControl Newsઅપડેટેડ Nov 19, 2026 પર 7:03 PM
'મેં તો કોર્પોરેટ ટેક્સ ઘટાડ્યો અને 12 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી કરી, પણ શું તમે કર્મચારીઓનો પગાર વધાર્યો?'PM મોદીનો ઉદ્યોગપતિઓને વેધક સવાલ'મેં તો કોર્પોરેટ ટેક્સ ઘટાડ્યો અને 12 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી કરી, પણ શું તમે કર્મચારીઓનો પગાર વધાર્યો?'PM મોદીનો ઉદ્યોગપતિઓને વેધક સવાલ
પોતાના સંબોધનમાં બિઝનેસ લીડર્સ તરફ ઈશારો કરીને હળવા અંદાજમાં કટાક્ષ કરતા પીએમ મોદીએ કહ્યું કે,,"વર્ષ 2014 માં કોર્પોરેટ ટેક્સનો મૂળ દર 30% હતો, જેને અમે ઘટાડીને 22% કરી દીધો છે.

PM Modi FICCI Speech: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે નવી દિલ્હીમાં યોજાયેલા ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના શતાબ્દી સમારોહ દરમિયાન દેશના મોટા ઉદ્યોગપતિઓ અને બિઝનેસ લીડર્સને એક સીધો અને તીખો સવાલ પૂછ્યો હતો.

વડાપ્રધાને કોર્પોરેટ સેક્ટરને આપવામાં આવેલી ટેક્સ રાહતની વાત કરતા ઉદ્યોગ જગતને પૂછ્યું કે, સરકારે તો કોર્પોરેટ ટેક્સ ઘટાડ્યો છે, પરંતુ શું તમે તમારા કર્મચારીઓનો પગાર વધાર્યો કે પછી નવા લોકોને નોકરી પર રાખ્યા? પીએમ મોદીએ કોર્પોરેટ જગતને ટકોર કરી હતી કે ટેક્સમાં મળેલી છૂટનો સીધો ફાયદો નીચે કર્મચારીઓ સુધી પણ પહોંચવો જોઈએ.

'તમારી ભૂખ એટલી છે કે ગમે તેટલું ખવડાવો, પેટ ભરાતું નથી'

પોતાના સંબોધનમાં બિઝનેસ લીડર્સ તરફ ઈશારો કરીને હળવા અંદાજમાં કટાક્ષ કરતા પીએમ મોદીએ કહ્યું કે,,"વર્ષ 2014 માં કોર્પોરેટ ટેક્સનો મૂળ દર 30% હતો, જેને અમે ઘટાડીને 22% કરી દીધો છે.""આજે ભારતમાં વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની વ્યક્તિગત કમાણી પર કોઈ ઈન્કમ ટેક્સ લાગતો નથી. મેં તો 12 લાખ રૂપિયા સુધીનો ઈન્કમ ટેક્સ માફ કરી દીધો." "પણ શું તમે તમારા કર્મચારીઓની સેલેરી વધારી? શું તમે કર્મચારીઓની સંખ્યામાં વધારો કર્યો? મોદીજી તમે કરતા રહો, અમે જોઈ લઈશું... શું આવું જ ચાલશે? તમારી ભૂખ એટલી બધી છે કે ગમે તેટલું ખવડાવો, પેટ ભરાતું જ નથી!" પીએમ મોદીની આ વાત સાંભળીને હોલમાં હાજર તમામ ઉદ્યોગપતિઓ હસી પડ્યા હતા.

બધા સમાચાર

+ વધુુ વાંચો