વૈશ્વિક બજારમાં બિઝનેસ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ચીનનો દબદબો કેમ વધી રહ્યો છે, તેનું એક મોટું અને સત્તાવાર કારણ સામે આવ્યું છે. આર્થિક સહયોગ અને વિકાસ સંગઠન (OECD) ના એક લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, વર્ષ 2005 થી 2024 ની વચ્ચે ભારતીય કંપનીઓને ચીની કંપનીઓની સરખામણીમાં ખૂબ જ ઓછી સરકારી આર્થિક મદદ પ્રાપ્ત થઈ છે.

