Get App

ભારતનો GDP ગ્રોથ 7.8% કે માત્ર 2.6%? પૂર્વ નાણા સચિવના દાવા પર સરકારે આપ્યો જડબાતોડ જવાબ, જાણો સાચું ગણિત

પૂર્વ નાણા સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે જૂન ક્વાર્ટરના જીડીપી ગ્રોથને 7.8% ના બદલે 2.6% ગણાવતા વિવાદ સર્જાયો. જાણો સરકારે આ દાવાને આંકડાકીય રીતે કેમ ખોટો ગણાવ્યો.

MoneyControl Newsઅપડેટેડ Sep 02, 2026 પર 3:33 PM
ભારતનો GDP ગ્રોથ 7.8% કે માત્ર 2.6%? પૂર્વ નાણા સચિવના દાવા પર સરકારે આપ્યો જડબાતોડ જવાબ, જાણો સાચું ગણિતભારતનો GDP ગ્રોથ 7.8% કે માત્ર 2.6%? પૂર્વ નાણા સચિવના દાવા પર સરકારે આપ્યો જડબાતોડ જવાબ, જાણો સાચું ગણિત
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂર્વ નાણા સચિવનો 2.6% નો દાવો આંકડાકીય રીતે તદ્દન ખોટો અને અર્થહીન છે. આ ભૂલ પાછળનું મુખ્ય કારણ એ છે કે, ગર્ગે બે અલગ-અલગ આંકડાકીય સિરીઝના ડેટાને મિક્સ કરી દીધા છે.

GDP growth : ભારતના આર્થિક વિકાસ દરને લઈને હાલમાં એક મોટો વિવાદ ઊભો થયો છે. દેશના પૂર્વ નાણા સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે એવો દાવો કર્યો છે કે, જૂન ક્વાર્ટરમાં ભારતનો જીડીપી ગ્રોથ સરકારે દર્શાવેલા 7.8% ના બદલે માત્ર 2.6% જ રહ્યો છે. જોકે, કેન્દ્ર સરકારના સૂત્રોએ તેમના આ દાવાને સંપૂર્ણપણે ફગાવી દીધો છે અને તેમની ગણતરીની રીત પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

ગણતરીમાં ક્યાં થઈ ભૂલ? સરકારનો ખુલાસો

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂર્વ નાણા સચિવનો 2.6% નો દાવો આંકડાકીય રીતે તદ્દન ખોટો અને અર્થહીન છે. આ ભૂલ પાછળનું મુખ્ય કારણ એ છે કે, ગર્ગે બે અલગ-અલગ આંકડાકીય સિરીઝના ડેટાને મિક્સ કરી દીધા છે.

ગર્ગે જૂન ક્વાર્ટરની 88.27 લાખ કરોડ રૂપિયાની નોમિનલ જીડીપીની સરખામણી પહેલા ક્વાર્ટરની 86.05 લાખ કરોડ રૂપિયાની જીડીપી સાથે કરી છે. ભૂલ અહીં એ છે કે, 88.27 લાખ કરોડનો આંકડો નવી 2022-23 ની બેઝ યર સિરીઝ પર આધારિત છે. જ્યારે 86.05 લાખ કરોડનો આંકડો જૂની 2011-12 ની સિરીઝ પર આધારિત છે. સરકારી સૂત્રોએ સ્પષ્ટ કર્યું કે, નવી સિરીઝના આંકડાને જૂની સિરીઝના આંકડા સાથે જોડીને 2.6% નો 'રિયલ' ગ્રોથ રેટ કાઢવો એ ગણિતની દૃષ્ટિએ બિલકુલ ખોટું છે.

કોંગ્રેસે આંકડાઓને લઈને સરકારને ઘેરી

આ વિવાદ વચ્ચે મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે કે, સરકારે ચાલુ વર્ષના ગ્રોથ રેટને ઊંચો દેખાડવા માટે જાણીજોઈને ગયા વર્ષના જીડીપી ડેટાને ઓછો દર્શાવ્યો છે. કોંગ્રેસે કહ્યું કે પૂર્વ નાણા સચિવના દાવાથી સરકારના ખોટા આંકડાઓની પોલ ખુલી ગઈ છે.

શું કહે છે સાચા આંકડા?

બધા સમાચાર

+ વધુુ વાંચો