Get App

IT Stocks Fall: ટ્રમ્પ સરકારના H-1B વિઝાના નવા નિયમોથી ભારતીય IT કંપનીઓને મોટો ફટકો, TCS અને ઈન્ફોસિસના શેરો તૂટ્યા

IT Stocks Fall: અમેરિકાની ટ્રમ્પ સરકારે H-1B વિઝાના સિલેક્શન પ્રોસેસમાં મોટો ફેરફાર કર્યો છે. રેન્ડમ લોટરીના બદલે હવે વેઈટેડ સિસ્ટમ લાગુ થશે. આ સમાચારને પગલે TCS અને ઈન્ફોસિસ જેવી ભારતીય IT કંપનીઓના શેરોમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. જાણો નવા નિયમો વિશે.

MoneyControl Newsઅપડેટેડ Dec 24, 2025 પર 12:21 PM
IT Stocks Fall: ટ્રમ્પ સરકારના H-1B વિઝાના નવા નિયમોથી ભારતીય IT કંપનીઓને મોટો ફટકો, TCS અને ઈન્ફોસિસના શેરો તૂટ્યાIT Stocks Fall: ટ્રમ્પ સરકારના H-1B વિઝાના નવા નિયમોથી ભારતીય IT કંપનીઓને મોટો ફટકો, TCS અને ઈન્ફોસિસના શેરો તૂટ્યા
IT Stocks Fall: અમેરિકાની ટ્રમ્પ સરકારે H-1B વિઝાના સિલેક્શન પ્રોસેસમાં મોટો ફેરફાર કર્યો છે.

IT Stocks Fall: ભારતીય શેરબજારમાં આઈટી સેક્ટર માટે છેલ્લા બે દિવસ ભારે ઉથલ-પાથલવાળા રહ્યા છે. સતત બીજા દિવસે આઈટી શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું છે, જેના કારણે ઇન્ફોસિસ (Infosys), ટીસીએસ (TCS), ટેક મહિન્દ્રા (Tech Mahindra) અને વિપ્રો (Wipro) જેવી દિગ્ગજ કંપનીઓના શેરો તૂટ્યા છે. આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ અમેરિકાની ટ્રમ્પ સરકાર દ્વારા H-1B વિઝાના નિયમોમાં કરવામાં આવેલો મોટો ફેરફાર છે. મંગળવારે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) દ્વારા લેવામાં આવેલા નવા નિર્ણયથી રોકાણકારો ચિંતામાં મુકાયા છે, કારણ કે ભારતીય આઈટી કંપનીઓની કમાણીનો મોટો હિસ્સો અમેરિકન માર્કેટ પર નિર્ભર છે.

H-1B વિઝામાં શું બદલાવ આવ્યો છે?

મંગળવારે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) એ H-1B વિઝાની પસંદગી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ફેરફારની જાહેરાત કરી છે. અત્યાર સુધી ચાલતી 'રેન્ડમ લોટરી સિસ્ટમ'ને બદલે હવે 'વેઈટેડ સિલેક્શન પ્રોસેસ' અપનાવવામાં આવશે. આ નવા નિયમ મુજબ હવે હાઈ સ્કિલ ધરાવતા અને વધુ પગાર મેળવતા કર્મચારીઓને વિઝા આપવામાં પ્રાથમિકતા આપવામાં આવશે. USCISનું કહેવું છે કે જૂની રેન્ડમ પ્રોસેસનો ઉપયોગ કરીને ઓછો પગાર ધરાવતા કર્મચારીઓની ભરતી કરવામાં આવતી હતી, જેનો દુરુપયોગ થતો હતો. આ નવો ફેરફાર અમેરિકન કામદારોને સુરક્ષા આપવા માટે કરવામાં આવ્યો છે. આ નવી પ્રક્રિયા આવતા વર્ષે 27 ફેબ્રુઆરી, 2026થી અમલમાં આવશે અને તે નાણાકીય વર્ષ 2027ના H-1B કેપ રજીસ્ટ્રેશન સીઝનથી લાગુ થશે.

જૂની અને નવી સિસ્ટમમાં શું ફરક પડશે?

આ ફેરફારને સરળ ભાષામાં સમજીએ તો, હાલની વ્યવસ્થામાં કુલ H-1B વિઝા અરજીઓમાં આશરે 35-40% હિસ્સો એન્ટ્રી લેવલના કર્મચારીઓનો હોય છે, જ્યારે હાઈ સ્કિલ અને હાઈ સેલરીવાળા કર્મચારીઓનો હિસ્સો માત્ર 10% કે તેથી ઓછો હોય છે. એટલે કે અત્યારે લગભગ 70% વિઝા લેવલ 1 અને 2 (ઓછો પગાર) વાળા કર્મચારીઓને મળે છે. પરંતુ હવે નવી 'વેઈટેડ સિસ્ટમ' મુજબ, કર્મચારીના પગારના આધારે તેને સિલેક્શન પૂલમાં એન્ટ્રી મળશે. જેમાં લેવલ 4 (સૌથી વધુ પગાર) ધરાવતા કર્મચારીઓને સૌથી વધુ 'વેઈટેજ' મળશે અને તેમને વિઝા મળવાની શક્યતા અનેકગણી વધી જશે. બીજી તરફ, લેવલ 1 ના કર્મચારીઓને કોઈ વધારાનું વેઈટેજ મળશે નહીં, જેથી તેમને વિઝા મળવા મુશ્કેલ બનશે.

IT કંપનીઓ પર આર્થિક સંકટની ભીતિ

આઈટી કંપનીઓ માટે ચિંતાનું બીજું કારણ વિઝા ફીમાં થયેલો તોતિંગ વધારો પણ છે. થોડા સમય પહેલા જ ટ્રમ્પ સરકારે વિઝા ફી વધારીને 1 લાખ ડોલર કરવાની જાહેરાત કરી હતી, જેને અમેરિકન ડિસ્ટ્રિક્ટ જજ બેરિલ હોવેલે મંગળવારે કાયદાકીય રીતે યોગ્ય ઠેરવી છે. સોવિલો ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફંડ મેનેજર સંદીપ અગ્રવાલના જણાવ્યા મુજબ, ફી વધારાને કારણે ભારતીય આઈટી કંપનીઓના માર્જિન પર 6%થી 7% સુધીનો ફટકો પડી શકે છે. હવે જ્યારે સિલેક્શન પ્રોસેસ પણ બદલાઈ ગઈ છે અને ફી પણ વધી છે, ત્યારે આઈટી કંપનીઓના નફા પર બેવડો માર પડવાની ભીતિએ ઘરેલુ બજારમાં આઈટી શેરો ગગડ્યા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો