Get App

Oil & Gas Stocks : સરકારના એક નિર્ણયથી ONGC અને Oil Indiaના શેરો રોકેટ બન્યા, એક્સપર્ટ્સે આપ્યા મોટા ટાર્ગેટ!

સરકારે ક્રૂડ ઓઇલ અને ગેસ ઉત્પાદન પર રોયલ્ટી ચાર્જ ઘટાડતા ONGC, Oil India અને Vedanta જેવી કંપનીઓને મોટી રાહત મળી છે. જાણો આ શેરો પર એક્સપર્ટ્સનો ટાર્ગેટ અને રિટર્નની સંપૂર્ણ વિગત.

MoneyControl Newsઅપડેટેડ May 12, 2026 પર 3:16 PM
Oil & Gas Stocks : સરકારના એક નિર્ણયથી ONGC અને Oil Indiaના શેરો રોકેટ બન્યા, એક્સપર્ટ્સે આપ્યા મોટા ટાર્ગેટ!Oil & Gas Stocks : સરકારના એક નિર્ણયથી ONGC અને Oil Indiaના શેરો રોકેટ બન્યા, એક્સપર્ટ્સે આપ્યા મોટા ટાર્ગેટ!
એક્સપર્ટ્સનું માનવું છે કે રોયલ્ટીના નવા સ્ટ્રક્ચર અને GST સાથે જોડાયેલી બચતને કારણે ઓઇલ પ્રોડ્યુસર્સના નફામાં 18 ટકા સુધીનો ફાયદો થઈ શકે છે.

Oil & Gas Stocks : શેરબજારમાં ઓઇલ એન્ડ ગેસ કંપનીઓના રોકાણકારો માટે ખૂબ જ સારા અને રાહતના સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારે તેલ અને ગેસના ઉત્પાદન પર લાગતા રોયલ્ટી ચાર્જમાં મોટો ઘટાડો કર્યો છે. સરકારના આ નિર્ણયથી ONGC, ઓઇલ ઇન્ડિયા (Oil India) અને વેદાંતા (Vedanta) જેવી અપસ્ટ્રીમ કંપનીઓની કમાણી અને કેશફ્લોને મજબૂત ટેકો મળશે. આ જાહેરાત બાદ જ આ કંપનીઓના શેરોમાં જોરદાર તેજી જોવા મળી રહી છે.

નવા રોયલ્ટી દરોમાં કેટલો ઘટાડો થયો?

સરકારે ડોમેસ્ટિક (ઘરેલુ) તેલ અને ગેસ ઉત્પાદન વધારવા માટે આ મોટો નિર્ણય લીધો છે. નવા દરો નીચે મુજબ છે.

ઓનશોર ક્રૂડ રોયલ્ટી: 16.66 ટકાથી ઘટાડીને 10 ટકા કરવામાં આવી છે.

ઓફશોર ક્રૂડ રોયલ્ટી: 9.09 ટકાથી ઘટાડીને 8 ટકા કરી દેવાઈ છે.

નેચરલ ગેસ રોયલ્ટી: 10 ટકાથી ઘટાડીને 8 ટકા કરવામાં આવી છે.

આ ઉપરાંત, વર્ષ 2019 પછી ઓફર થયેલા HELP બ્લોક્સ પર પણ હવે ઓછા રોયલ્ટી દર લાગુ પડશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો