Get App

LIC Share Price Fall: LICના શેરમાં 7%નો મોટો કડાકો, જાણો આ ભારે ઘટાડા પાછળનું અસલી કારણ શું છે?

LIC Share Price Fall: LICના શેરમાં 7%નો મોટો કડાકો બોલાયો છે. સરકારે OFS દ્વારા 6.5% હિસ્સો વેચવાની જાહેરાત કરી છે. જાણો LIC શેર ઘટવાનું કારણ અને રિટેલ રોકાણકારો માટે શું છે તક.

MoneyControl Newsઅપડેટેડ Aug 04, 2026 પર 11:08 AM
LIC Share Price Fall: LICના શેરમાં 7%નો મોટો કડાકો, જાણો આ ભારે ઘટાડા પાછળનું અસલી કારણ શું છે?LIC Share Price Fall: LICના શેરમાં 7%નો મોટો કડાકો, જાણો આ ભારે ઘટાડા પાછળનું અસલી કારણ શું છે?
LIC Share Price Fall: LICના શેરમાં 7%નો મોટો કડાકો બોલાયો છે.

LIC Share Price Fall: દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના રોકાણકારો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. મંગળવારે, 4 ઓગસ્ટના રોજ LICના શેરમાં ભારે વેચવાલી જોવા મળી હતી. સરકાર દ્વારા કંપનીમાં OFS લાવવાની જાહેરાત થતાં જ શેર 7% જેટલો તૂટીને 397.80 રૂપિયાના લેવલ પર આવી ગયો હતો.

OFSની શું છે ખાસ વિગતો?

સરકાર આ OFS દ્વારા LIC માં પોતાનો 6.5% હિસ્સો વેચવા જઈ રહી છે. આ હિસ્સો વેચીને સરકાર અંદાજે 31,000 કરોડ રૂપિયા ભેગા કરવાની તૈયારીમાં છે. આ વેચાણ માટે શેર દીઠ 382 રૂપિયાનો 'ફ્લોર પ્રાઇસ' નક્કી કરવામાં આવ્યો છે, જે અગાઉના ક્લોઝિંગ ભાવ કરતાં લગભગ 10થી 11%ના ડિસ્કાઉન્ટ પર છે. બજારમાં નવા શેર આવવાની આશંકા અને આ ભારે ડિસ્કાઉન્ટને કારણે જ શેરમાં અત્યારે દબાણ જોવા મળી રહ્યું છે.

શું છે LIC OFS નું માળખું?

DIPAM સચિવ અરુણીશ ચાવલાએ આપેલી માહિતી મુજબ, આ OFS ની રૂપરેખા બે ભાગમાં વહેંચાયેલી છે:

બેસ ઓફર: પ્રથમ તબક્કામાં સરકાર LIC ની 2.5% ઇક્વિટી (શેર મૂડી) વેચી રહી છે.

ગ્રીનશૂ ઓપ્શન: જો સંસ્થાકીય રોકાણકારો તરફથી સારી માંગ નીકળશે, તો વધારાનો 4% હિસ્સો વેચવાનો વિકલ્પ પણ ખુલ્લો રાખવામાં આવ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો