પડોશી દેશ નેપાળ ભારતને મોટા પ્રમાણમાં સોયાબીન તેલ વેચી રહ્યું છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના આંકડા અનુસાર, નેપાળથી સોયાબીન તેલની આયાતમાં વધારો થયો છે. એપ્રિલ અને નવેમ્બર 2024 વચ્ચે, નેપાળથી થતી આયાતમાં 14 ગણો વધારો થયો છે. જ્યારે નેપાળ સોયાબીન તેલનો મુખ્ય ઉત્પાદક પણ નથી. આવી સ્થિતિમાં, નેપાળથી સોયાબીન તેલની આયાતમાં વધારો નીતિ નિર્માતાઓ માટે ચિંતાનો વિષય બની ગયો છે.