ભારત અને જાપાન વચ્ચેની મિત્રતા અને વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બની રહી છે. ગુરુવારે નવી દિલ્હી સ્થિત હૈદરાબાદ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન સાનાએ તાકાઇચી વચ્ચે એક અત્યંત મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ શિખર વાર્તા પહેલા રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં જાપાની પીએમ સાનાએ તાકાઇચીનું ભવ્ય ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને સમ્માનભેર 'ગાર્ડ ઓફ ઓનર'પણ આપવામાં આવ્યું હતું.

