* Top 500 companies in the world: તાજેતરમાં ભારતીય શેરબજારમાં જે પ્રકારે ભારે ઉથલપાથલ અને વેચવાલી જોવા મળી છે, તેણે દેશની દિગ્ગજ (બ્લુ-ચિપ) કંપનીઓના વેલ્યુએશનને મોટો ફટકો આપ્યો છે. માર્કેટ કેપ (Market Cap)ના આધારે તૈયાર થતા દુનિયાની ટોપ 500 સૌથી મોટી કંપનીઓના લિસ્ટમાં હવે ભારતનું સ્થાન નબળું પડ્યું છે. આ ગ્લોબલ લિસ્ટમાં હવે ભારતની માત્ર 11 કંપનીઓ જ બચી છે. વિદેશી રોકાણકારો દ્વારા સતત થઈ રહેલી વેચવાલી અને વૈશ્વિક અસ્થિરતાએ ભારતીય કંપનીઓના રેન્કિંગને ખરાબ રીતે પ્રભાવિત કર્યું છે.

