Vedanta Demerger: માઈનિંગ ક્ષેત્રની દિગ્ગજ કંપની વેદાંતા લિમિટેડના રોકાણકારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. અનિલ અગ્રવાલની આગેવાની હેઠળની આ કંપનીએ તેના ડીમર્જર (કંપનીના ભાગલા) માટેની રેકોર્ડ ડેટ જાહેર કરી દીધી છે. આ જાહેરાત બાદ શેરબજારમાં વેદાંતાના શેર ખરીદવા માટે રોકાણકારોની પડાપડી જોવા મળી રહી છે, જેના કારણે શેર તેના એક વર્ષના નવા હાઈ લેવલ પર પહોંચી ગયો છે.

