Get App

શેરબજારમાં રોનક પરત ફરી: 5 સેકન્ડમાં રોકાણકારો કમાયા 4.29 લાખ કરોડ, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં તેજીનું મુખ્ય કારણ

Sensex Nifty live updates: શેરબજારમાં આજે જોરદાર રિકવરી જોવા મળી છે. માર્કેટ ખૂલતાની સાથે જ 5 સેકન્ડમાં રોકાણકારોની સંપત્તિમાં 4.29 લાખ કરોડનો વધારો થયો છે. જાણો બજારની તેજી પાછળનું મોટું કારણ.

MoneyControl Newsઅપડેટેડ Mar 10, 2026 પર 10:20 AM
શેરબજારમાં રોનક પરત ફરી: 5 સેકન્ડમાં રોકાણકારો કમાયા 4.29 લાખ કરોડ, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં તેજીનું મુખ્ય કારણશેરબજારમાં રોનક પરત ફરી: 5 સેકન્ડમાં રોકાણકારો કમાયા 4.29 લાખ કરોડ, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં તેજીનું મુખ્ય કારણ
Sensex Nifty live updates: શેરબજારમાં આજે જોરદાર રિકવરી જોવા મળી છે.

Sensex Nifty live updates: આજે ભારતીય શેરબજારમાં ફરીથી હરિયાળી પાછી ફરી છે અને રોકાણકારોના ચહેરા પર ખુશી જોવા મળી છે. માર્કેટ ખૂલતાની સાથે જ ગણતરીની 5 સેકન્ડમાં રોકાણકારોની સંપત્તિમાં લગભગ 4 લાખ કરોડથી વધુનો જંગી વધારો થયો છે. ડોમેસ્ટિક ઇક્વિટી બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી 50 માં પણ આજે શાનદાર રિકવરી અને તેજી જોવા મળી રહી છે.

તેજી પાછળનું મોટું કારણ: ટ્રમ્પનું નિવેદન અને ક્રૂડ ઓઈલમાં ઘટાડો

ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટવાને કારણે ભારતીય બજારમાં રોનક આવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને જલદી ખતમ થવાની આશા વ્યક્ત કરી છે. આ નિવેદન બાદ વૈશ્વિક સ્તરે તેલના સપ્લાયની ચિંતા હળવી થઈ છે. પરિણામે, ક્રૂડ ઓઈલ જે 1 દિવસ પહેલા ઉછળીને બેરલ દીઠ $120 ની નજીક પહોંચી ગયું હતું, તે ગગડીને હવે $95 ની નીચે આવી ગયું છે. એશિયન માર્કેટમાં પણ ચોમેર હરિયાળી હોવાથી ભારતીય બજારને સારો સપોર્ટ મળ્યો છે.

માર્કેટ ખૂલતા જ રોકાણકારોને 4.29 લાખ કરોડનો ફાયદો

માર્કેટ કેપના આંકડા પર નજર કરીએ તો રોકાણકારોને મોટી કમાણી થઈ છે 1 દિવસ પહેલા એટલે કે 09 માર્ચ 2026 ના રોજ BSE પર લિસ્ટેડ તમામ શેરોનું કુલ માર્કેટ કેપ 4,41,10,262.45 કરોડ હતું. આજે 10 માર્ચ 2026 ના રોજ માર્કેટ ખૂલતાની સાથે જ આ આંકડો વધીને 4,45,40,192.35 કરોડ પર પહોંચી ગયો. આનો સીધો અર્થ એ છે કે બજાર ખૂલતાની સાથે જ રોકાણકારોની મૂડીમાં 4,29,929.9 કરોડનો ઉછાળો આવ્યો છે.

સેન્સેક્સ અને નિફ્ટીની હાલની સ્થિતિ

આજે ઇક્વિટી બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં શાનદાર ખરીદી જોવા મળી રહી છે:

બધા સમાચાર

+ વધુુ વાંચો