Stock Market news: શેરબજારમાં 13 માર્ચના રોજ સતત ત્રીજા દિવસે ભારે વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. રોકાણકારોની અબજો રૂપિયાની સંપત્તિ ધોવાઈ ગઈ છે. માર્કેટ બંધ થવાના સમયે સેન્સેક્સ 1470.50 અંક (1.93 ટકા) ના મોટા કડાકા સાથે 74,563.92 પર બંધ રહ્યો. તેવી જ રીતે, નિફ્ટી પણ 488.05 પોઈન્ટ (2.06 ટકા) તૂટીને 23,151.10 ના સ્તરે પહોંચી ગયો હતો.

