Get App

Stock Market News: CEO ગયા મેડિકલ લીવ પર ને આ કંપનીનો શેર 4% તૂટ્યો! શું તમારા પોર્ટફોલિયોમાં છે?

Manappuram Finance Share Price: મણપ્પુરમ્ ફાઇનાન્સના CEO મેડિકલ લીવ પર ઉતરતા આજે કંપનીના શેરમાં 4% નો ઘટાડો નોંધાયો છે. જાણો CEO ક્યારે પરત ફરશે અને RBI એ બેન કેપિટલની ડીલ અંગે શું કહ્યું? વાંચો વિગતે.

MoneyControl Newsઅપડેટેડ Feb 26, 2026 પર 10:43 AM
Stock Market News: CEO ગયા મેડિકલ લીવ પર ને આ કંપનીનો શેર 4% તૂટ્યો! શું તમારા પોર્ટફોલિયોમાં છે?Stock Market News: CEO ગયા મેડિકલ લીવ પર ને આ કંપનીનો શેર 4% તૂટ્યો! શું તમારા પોર્ટફોલિયોમાં છે?
Manappuram Finance Share Price: મણપ્પુરમ્ ફાઇનાન્સના CEO મેડિકલ લીવ પર ઉતરતા આજે કંપનીના શેરમાં 4% નો ઘટાડો નોંધાયો છે.

Manappuram Finance Share Price: શેરબજારમાં સમાચારનો પ્રભાવ કેટલો ઝડપી હોય છે તેનું તાજું ઉદાહરણ આજે જોવા મળ્યું છે. ગોલ્ડ લોન (Gold Loan) ક્ષેત્રની દિગ્ગજ કંપની મણપ્પુરમ્ ફાઇનાન્સ (Manappuram Finance)ના શેરમાં આજે શરૂઆતી કારોબારમાં જ મોટો કડાકો બોલી ગયો હતો. આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ કંપનીના મેનેજમેન્ટમાં આવેલો અચાનક બદલાવ છે. જો તમારા પોર્ટફોલિયોમાં આ શેર છે, તો તમારે આ સમાચાર ખાસ વાંચવા જોઈએ.

કેમ તૂટ્યો મણપ્પુરમ્ ફાઇનાન્સનો શેર?

આજે બજાર ખુલતાની સાથે જ મણપ્પુરમ્ ફાઇનાન્સના શેરમાં વેચવાલીનું જોરદાર દબાણ જોવા મળ્યું હતું. કંપનીએ શેરબજારને માહિતી આપી હતી કે તેમના CEO (ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર) દીપક રેડ્ડી મેડિકલ લીવ પર જઈ રહ્યા છે. આ સમાચારની સીધી અસર શેરના ભાવ પર પડી અને શેર લગભગ 4% જેટલો ગગડી ગયો.

જોકે, નીચલા લેવલ પર થોડી ખરીદી આવતા ઘટાડો થોડો કવર થયો હતો, પરંતુ શેર હજુ પણ દબાણમાં છે. હાલમાં BSE પર આ શેર 0.66%ના ઘટાડા સાથે 294.60ના ભાવ પર ટ્રેડ કરી રહ્યો છે. આજના દિવસ દરમિયાન શેર તૂટીને 285.40 સુધી નીચે ચાલ્યો ગયો હતો.

CEO ક્યાં સુધી રજા પર રહેશે?

કંપની દ્વારા એક્સચેન્જ ફાઈલિંગમાં આપવામાં આવેલી માહિતી મુજબ, CEO અને મેનેજમેન્ટના મુખ્ય વ્યક્તિ દીપક રેડ્ડી પોતાની સારવાર માટે વિદેશ જઈ રહ્યા છે. સારવારના હેતુસર તેમણે 25 ફેબ્રુઆરી 2026થી રજા લીધી છે. તેમની તબિયત અને સારવારને ધ્યાનમાં રાખતા તેઓ અંદાજે 90થી 120 દિવસ સુધી રજા પર રહી શકે છે. આ સમાચાર રોકાણકારો માટે ચિંતાનો વિષય બન્યા હતા.

RBI તરફથી મળ્યા સારા સમાચાર: બેન કેપિટલ ડીલને મંજૂરી

બધા સમાચાર

+ વધુુ વાંચો