TCS Order Book: ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) એ એપ્રિલ-જૂન 2025 ક્વાર્ટરમાં તેના ઓર્ડર બુકમાં વાર્ષિક ધોરણે 13.25%નો વધારો નોંધાવ્યો છે, જે $9.4 બિલિયનના કુલ કોન્ટ્રાક્ટ મૂલ્ય (TCV) સુધી પહોંચ્યો છે. આ બજારના $8-9 બિલિયનના અંદાજ કરતાં વધારે છે. જોકે, આ જાન્યુઆરી-માર્ચ 2025 ક્વાર્ટરની સરખામણીમાં લગભગ 23% ઓછું હતું.

