Get App

શેરબજારમાં આ કંપનીનો દબદબો! ગુજરાત સરકાર તરફથી મળ્યો 698 કરોડનો મેગા ઓર્ડર, શું તમારા પોર્ટફોલિયોમાં છે આ શેર?

Dilip Buildcon Share Price: દિલીપ બિલ્ડકોન (Dilip Buildcon) ને ગુજરાત સરકાર તરફથી 698 કરોડનો મોટો ઓર્ડર મળ્યો છે. અગાઉ ઓડિશાથી પણ 160 કરોડનો પ્રોજેક્ટ મળ્યો હતો. જાણો આ શેરની સંપૂર્ણ વિગત અને શેરબજાર ખૂલતા જ તેના પર શું અસર જોવા મળશે.

MoneyControl Newsઅપડેટેડ Mar 29, 2026 પર 10:41 AM
શેરબજારમાં આ કંપનીનો દબદબો! ગુજરાત સરકાર તરફથી મળ્યો 698 કરોડનો મેગા ઓર્ડર, શું તમારા પોર્ટફોલિયોમાં છે આ શેર?શેરબજારમાં આ કંપનીનો દબદબો! ગુજરાત સરકાર તરફથી મળ્યો 698 કરોડનો મેગા ઓર્ડર, શું તમારા પોર્ટફોલિયોમાં છે આ શેર?
Dilip Buildcon Share Price: દિલીપ બિલ્ડકોન (Dilip Buildcon)ને ગુજરાત સરકાર તરફથી 698 કરોડનો મોટો ઓર્ડર મળ્યો છે.

Dilip Buildcon Share Price: જો તમે શેરબજારમાં રોકાણ કરો છો અથવા તો બજારની રોજેરોજની હિલચાલ પર નજર રાખો છો, તો તમારા માટે એક મોટા સમાચાર છે. અત્યારે માર્કેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની કંપનીઓ પર સરકારની વિશેષ કૃપા જોવા મળી રહી છે. સરકારી ઓર્ડર્સના કારણે અનેક કંપનીઓના શેરોમાં અદભુત તેજી જોવા મળતી હોય છે. આજે આપણે એવી જ એક દિગ્ગજ કંપની વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે - દિલીપ બિલ્ડકોન (Dilip Buildcon).

આ કંપની અત્યારે ‘Stock in Focus' બની ગઈ છે. તેનું મુખ્ય કારણ એ છે કે મહિનાની શરૂઆતમાં આ કંપનીને ઓડિશા સરકાર તરફથી એક મસમોટો ઓર્ડર મળ્યો હતો, અને હવે મહિનાના અંતે ગુજરાત સરકારે પણ આ કંપનીની ઝોળીમાં એક મોટો પ્રોજેક્ટ નાખી દીધો છે. આ બંને ઓર્ડર્સની સીધી અસર કંપનીના શેરની કિંમત પર જોવા મળી શકે છે. જો તમે શેરબજારના રોકાણકાર છો, તો તમારે ચેક કરી લેવું જોઈએ કે આ કંપનીનો શેર તમારા પોર્ટફોલિયોમાં છે કે નહીં. ચાલો આ બંને ઓર્ડર્સ અને કંપનીના માર્કેટ પર્ફોર્મન્સ વિશે વિગતવાર માહિતી મેળવીએ.

ગુજરાત સરકાર તરફથી મળ્યો 698 કરોડનો જેકપોટ

દિલીપ બિલ્ડકોન માટે આ સમય ખૂબ જ શાનદાર સાબિત થઈ રહ્યો છે. કંપનીને ગુજરાત સરકારના 'નર્મદા રિવર રિસોર્સીસ વોટર સપ્લાય એન્ડ કલ્પસર ડિપાર્ટમેન્ટ' (Narmada River Resources Water Supply and Kalpsar Department) તરફથી એક બમ્પર ઓર્ડર મળ્યો છે.

કંપનીએ 28 માર્ચના રોજ શેરબજારને આપેલી એક્સચેન્જ ફાઇલિંગમાં સત્તાવાર રીતે જાણકારી આપી છે કે તેમને ગુજરાત સરકાર તરફથી LoA (લેટર ઓફ એક્સેપ્ટન્સ - Letter of Acceptance) મળી ગયો છે. આ ફાઇલિંગ મુજબ, આ સમગ્ર પ્રોજેક્ટની કિંમત 698.49 કરોડ છે.

શું કામ કરવાનું છે ગુજરાતમાં?

આટલી મોટી રકમનો ઓર્ડર મળ્યો છે, તો કંપનીએ કામ પણ એ જ સ્તરનું કરવાનું છે. દિલીપ બિલ્ડકોનને ગુજરાતના ભરૂચ જિલ્લામાં નર્મદા નદી પર પૂર નિયંત્રણ (Flood Control) માટે એક અત્યાધુનિક ડેમ (બંધ) બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો