ભારત અને અમેરિકા આગામી 90 દિવસમાં આંશિક દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) પર હસ્તાક્ષર કરે તેવી શક્યતા છે. આ મામલા સાથે સંકળાયેલા સૂત્રોએ આ માહિતી આપી છે. આ કવાયત એવા સમયે થઈ રહી છે જ્યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સિવાયના તમામ દેશો પર લાદવામાં આવેલા ઊંચા ટેરિફને 90 દિવસ માટે રોકવાનો આદેશ આપ્યો છે. આમાં ભારતનો પણ સમાવેશ થાય છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત આ 90 દિવસોમાં ત્રણ-પાંખી રણનીતિ અપનાવવા જઈ રહ્યું છે. તેનો ઉદ્દેશ્ય વેપાર સંબંધોને મજબૂત બનાવવા અને સ્થાનિક ઉદ્યોગો અને કંપનીઓને રક્ષણ પૂરું પાડવાનો છે.