Get App

એગ્રી કૉમોડિટી સ્પેશલ: બજારમાં નવા પાકની આવક શરૂ થતા મસાલાની માગ વધી

પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં સારા વરસાદની આશા છે. મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ જેવા કોર મોનસૂન ક્ષેત્રમાં પર્યાપ્ત વરસાદ રહેશે. કેરળ, કર્ણાટક અને ગોવામાં વધુ વરસાદની અપેક્ષા છે. મેઘાલય, સિક્કીમ, ઉત્તરાખંડ અને હિમાચલમાં સામાન્યથી ઓછો વરસાદ છે.

MoneyControl Newsઅપડેટેડ Apr 11, 2025 પર 12:05 PM
એગ્રી કૉમોડિટી સ્પેશલ: બજારમાં નવા પાકની આવક શરૂ થતા મસાલાની માગ વધીએગ્રી કૉમોડિટી સ્પેશલ: બજારમાં નવા પાકની આવક શરૂ થતા મસાલાની માગ વધી
સૌરાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્ર પ્રદેશથી મરચાં આવે છે. કર્ણાટક અને વિસનગરથી હળદરની આવક થાય છે.

આ સપ્તાહે એગ્રી કૉમોડિટીમાં ખાસ કરીને મસાલા પેક પર વધુ ફોકસ રહ્યું કેમકે, હોળી બાદ મસાલાની આવક શરૂ થતા લોકોની ખરીદીમાં વધારો થયો, કેમ કે મસાલાની કિંમતોમાં ઘટાડો પણ જોવા મળ્યો હતો, આ વર્ષે મોટાભાગના લોકો ભેળસેળના ડરથી આખા મસાલા તરફ વળ્યા છે, તો સ્થાનિક સાથે જ વિદેશી મસાલાની માગ પણ વધી રહી છે, આવામાં મસાલા પેકનું આઉટલૂક કેવું બની રહ્યું છે, સાથે જ ટ્રમ્પના ટેરિફની અસર સોયાબીન સાથે ખાદ્ય તેલો પર કેવી અને કેટલી અસર કરશે તે અંગે આજે જાણીએ.

ક્યાં મસાલા ક્યાંથી આવે છે?

સૌરાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્ર પ્રદેશથી મરચાં આવે છે. કર્ણાટક અને વિસનગરથી હળદરની આવક થાય છે. મધ્યપ્રદેશ અને સૌરાષ્ટ્રથી ધાણાની આવક થાય છે. રાજસ્થાન અને સૌરાષ્ટ્રથી જીરાની આવક થાય છે. કેરળ, વિયેતનામ અને નાઈજેરિયાથી લવિંગ અને કાળા મરીની આવક થાય છે.

 

બધા સમાચાર

+ વધુુ વાંચો