આ સપ્તાહે એગ્રી કૉમોડિટી પર ફોકસ રહ્યું, જેમાં ઇરાન-ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા તણાવની અસર અમુક એગ્રી કૉમોડિટી પર જોવા મળી, આ સાથે જ વૈશ્વિક બજારમાં શુગરના ભાવ પણ ઘટતા દેખાયા, તો શેરડીની વાવણીના આંકડા પણ સામે આવતા જોવા મળ્યા છે. ખાસ કરીને સોયાબીનની જો વાત કરીએ તો, યુરોપીયન યૂનિયનને સોયામીલનો એક્સપોર્ટ ઘટવાના અંદાજ બનતા દેખાયા છે, અને આ મુદ્દે SOPAએ સરકારને દખલ કરવા અપીલ કરી છે.