સોનાની કિંમત ફરી એકવાર રેકોર્ડ ઊંચાઈએ પહોંચી છે, જે હવે 10 ગ્રામ માટે લગભગ 1 લાખ રૂપિયા સુધી જઈ રહી છે. છેલ્લા એક વર્ષમાં સોનાના ભાવમાં 40% અને બે વર્ષમાં 70%નો વધારો થયો છે. આમ છતાં, ભારતીયોમાં સોના પ્રત્યેનો ઉત્સાહ ઓછો થયો નથી. સોનું માત્ર રોકાણ નથી, પરંતુ તેને 'સંકટનો સાથી' પણ કહેવામાં આવે છે. જો તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો જ્વેલરીના બદલે ગોલ્ડ કોઈન ખરીદવાનું પસંદ કરો. ગોલ્ડ કોઈન નાનામાં નાના 0.5 ગ્રામથી લઈને 100 ગ્રામ સુધીના વજનમાં મળે છે, જે 22 કે 24 કેરેટની શુદ્ધતા સાથે ઉપલબ્ધ હોય છે. આ ઉપરાંત, તેને રોકડમાં ફેરવવું પણ સરળ છે. ચાલો, જાણીએ ગોલ્ડ કોઈન ખરીદવાના ફાયદા શું છે?