Get App

કોમોડિટી લાઇવ: સોના-ચાંદીની બેસ ઇમ્પોર્ટ પ્રાઈસ વધી, બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો

ચાંદીમાં પણ વૈશ્વિક બજારમાં કિંમતો 14 વર્ષના ઉપલા સ્તરની પાસે સ્થિર રહી, જ્યારે સ્થાનિક બજારમાં 1 લાખ 29 હજારની ઉપર કારોબાર જોવા મળ્યો હતો.

MoneyControl Newsઅપડેટેડ Sep 16, 2025 પર 2:12 PM
કોમોડિટી લાઇવ: સોના-ચાંદીની બેસ ઇમ્પોર્ટ પ્રાઈસ વધી, બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતોકોમોડિટી લાઇવ: સોના-ચાંદીની બેસ ઇમ્પોર્ટ પ્રાઈસ વધી, બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે અડધા ટકાથી વધુ વધીને 267ના સ્તરની પાસે પહોંચતી જોવા મળી હતી.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 13 પૈસા મજબૂત થઈને 88.21 પ્રતિ ડૉલરની સામે 88.08 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો, અહીં US ફેડના વ્યાજ દર પર નિર્ણય પહેલા ડૉલર ઇન્ડેક્સમાં વેચવાલીની અસર જોવા મળી હતી.

સોનામાં તેજી આગળ વધતા COMEX પર ભાવ 3680 ડૉલરના સ્તરની ઉપર પહોંચ્યા, જ્યારે સ્થાનિક બજારમાં 1લાખ 10 હજારની ઉપર કિંમતો પહોંચતી જોવા મળી, તે સાથે 2025માં હાલ સુધી સોનામાં 40% સુધી કિંમતો વધતી જોવા મળી ચુકી છે.

ચાંદીમાં પણ વૈશ્વિક બજારમાં કિંમતો 14 વર્ષના ઉપલા સ્તરની પાસે સ્થિર રહી, જ્યારે સ્થાનિક બજારમાં 1 લાખ 29 હજારની ઉપર કારોબાર જોવા મળ્યો હતો.

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ સિવાય તમામ મેટલ્સમાં વેચવાલી જોવા મળી,જ્યાં સૌથી વધારે દબાણ કોપરમાં જોવા મળ્યું હતું.

બધા સમાચાર

+ વધુુ વાંચો