Get App

કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં નીચલા સ્તરેથી ખરીદદારી, સપ્લાય વધવાની ચિંતાએ ક્રૂડમાં દબાણ

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નિકલ સિવાય તમામ મેટલ્સમાં સારી ખરીદદારી જોવા મળી, જ્યાં કોપરમાં શંઘાઈ અને LME પર નબળા પ્રદર્શનના કારણે અને ડૉલર ઈન્ડેક્સમાં આવેલી વેચવાલીના કારણે મેટલ્સને સપોર્ટ મળી રહ્યો છે, જોકે લેડમાં 19 મહિનાના નીચલા સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો.

MoneyControl Newsઅપડેટેડ Nov 23, 2026 પર 1:09 PM
કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં નીચલા સ્તરેથી ખરીદદારી, સપ્લાય વધવાની ચિંતાએ ક્રૂડમાં દબાણકોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં નીચલા સ્તરેથી ખરીદદારી, સપ્લાય વધવાની ચિંતાએ ક્રૂડમાં દબાણ
સોનાને પગલે ચાંદીમાં પણ ખરીદદારી આવતા સ્થાનિક બજારમાં આશરે અઢી ટકાથી વધુની તેજી સાથે 1 લાખ 51 હજારને પાર કારોબાર નોંધાયો

ગત સપ્તાહની વેચવાલી બાદ આજે સોનામાં નીચલા સ્તરેથી સારી રિકવરી આવતા સ્થાનિક બજારમાં ભાવ આશરે દોઢ ટકાથી વધુ વધીને 1 લાખ 24 હજારને પાર પહોંચ્યા, તો COMEX પર સવા 2 ટકા જેટલી તેજી સાથે 3600 ડૉલરને પાર કારોબાર જોવા મળ્યો હતો.

સોનાને પગલે ચાંદીમાં પણ ખરીદદારી આવતા સ્થાનિક બજારમાં આશરે અઢી ટકાથી વધુની તેજી સાથે 1 લાખ 51 હજારને પાર કારોબાર નોંધાયો, જ્યારે વૈશ્વિક બજારમાં પણ તેજી સાથે 42 ડૉલરને પાર કારોબાર નોંધાયો હતો.

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નિકલ સિવાય તમામ મેટલ્સમાં સારી ખરીદદારી જોવા મળી, જ્યાં કોપરમાં શંઘાઈ અને LME પર નબળા પ્રદર્શનના કારણે અને ડૉલર ઈન્ડેક્સમાં આવેલી વેચવાલીના કારણે મેટલ્સને સપોર્ટ મળી રહ્યો છે, જોકે લેડમાં 19 મહિનાના નીચલા સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો.

ક્રૂડ ઓઈલમાં વોલેટાઈલ કારોબાર જોવા મળ્યો, જ્યાં શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં ક્રૂડમાં અડધા ટકાથી વધુની ખરીદદારી રહી, પણ બ્રેન્ટ અને NYMEX ક્રૂડમાં વેચવાલી સાથેનો કારોબાર નોંધાયો, જ્યાં બ્રેન્ટમાં 92 ડૉલરની પાસે કિંમતો પહોંચી. અહીં સતત ચોથા સપ્તાહે કિંમતો ઘટતી દેખાઈ, પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અંગેની ચિંતાઓ કરતાં મજબૂત પુરવઠાની અપેક્ષાઓ વધુ પ્રબળ થતા કિંમતો પર દબાણ બની રહ્યું છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો