Get App

Gold Price Today: Nvidiaમાં જેનસેન હુઆંગની વાપસીથી સોના-ચાંદીમાં જોરદાર તેજી! ભાવ 3,670 ડોલરની નજીક પહોંચ્યો, ચીનની રેકોર્ડ ખરીદીથી મળ્યો સપોર્ટ

Gold Price Today: Nvidiaમાં CEO તરીકે જેનસેન હુઆંગની વાપસીથી વૈશ્વિક બજારોની સાથે સોનામાં સતત બીજા દિવસે તેજી આવી છે. સોનું 3,670 ડોલરની નજીક પહોંચ્યું છે અને ચાંદી પણ ચમકી છે. જાણો વિગત.

MoneyControl Newsઅપડેટેડ Nov 24, 2026 પર 10:19 AM
Gold Price Today: Nvidiaમાં જેનસેન હુઆંગની વાપસીથી સોના-ચાંદીમાં જોરદાર તેજી! ભાવ 3,670 ડોલરની નજીક પહોંચ્યો, ચીનની રેકોર્ડ ખરીદીથી મળ્યો સપોર્ટGold Price Today: Nvidiaમાં જેનસેન હુઆંગની વાપસીથી સોના-ચાંદીમાં જોરદાર તેજી! ભાવ 3,670 ડોલરની નજીક પહોંચ્યો, ચીનની રેકોર્ડ ખરીદીથી મળ્યો સપોર્ટ
સોનામાં રિકવરી હોવા છતાં રોકાણકારો હજુ પણ માની રહ્યા છે કે આગામી મહિનાઓમાં અમેરિકાની નાણાકીય નીતિ (Monetary Policy) કડક જ રહેશે.

Gold Price Today: દિગ્ગજ ટેક કંપની એનવિડિયા (Nvidia)માં જેનસેન હુઆંગની વાપસીએ વૈશ્વિક બજારોમાં નવા પ્રાણ ફૂંક્યા છે, અને તેની સીધી ચમક હવે સોના-ચાંદીના બજાર સુધી પણ પહોંચી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર લાગેલા દાવ ફરી તેજ થતા સોનાના ભાવ સતત બીજા દિવસે ઉછળ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1% વધીને 3,670 ડોલર પ્રતિ ઔંસની નજીક પહોંચી ગયું છે, જ્યારે આ અગાઉના સેશનમાં પણ તેમાં 2.7% ની શાનદાર તેજી જોવા મળી હતી.

9%ના કડાકા બાદ રોકાણકારોને મળી રાહત

સોનામાં આવેલી આ તેજી ગયા અઠવાડિયાના મોટા કડાકા બાદ આવી છે. ગયા અઠવાડિયે સોનું અંદાજે 9% તૂટીને 1 વર્ષ કરતા પણ વધુ સમયના સૌથી નીચલા સ્તરે આવી ગયું હતું. જોકે, છેલ્લા 2 દિવસની આ રિકવરીએ રોકાણકારોના તે નુકસાનનો કેટલોક હિસ્સો ભરપાઈ કરી આપ્યો છે. ઉલ્લેખનીય છે કે લગભગ 2 અઠવાડિયા પહેલા જ સોનું 4,000 ડોલર પ્રતિ ઔંસના મહત્વના સપોર્ટ લેવલની નીચે સરકી ગયું હતું.

જેનસેન હુઆંગની વાપસીથી વોલ સ્ટ્રીટમાં 9 એપ્રિલ 2025 પછીનો સૌથી શ્રેષ્ઠ દિવસ

બધા સમાચાર

+ વધુુ વાંચો