સોનામાં ગયા સપ્તાહે આવેલા 5.5 ટકાના ઉછાળા બાદ આજે ઉપલા સ્તરેથી વેચવાલી આવતી જોવા મળી છે. કોમેક્સ પર ભાવ 2700ની નીચે છે. બીજી તરફ mcx પર પણ આજે સવા એક ટકાનો ઘટાડો છે. ઉલ્લેખનીય છે કે 2700નું સ્તર પાર કર્યા બાદ ફરી એકવાર પુલબેક જોવા મળ્યું છે. ગયા સપ્તાહે સોનામાં 5.5%નો ઉછાળો આવ્યો. બે વર્ષમાં સૌથી સારો સાપ્તાહિક ઉછાળો આવ્યો.