Get App

કોમોડિટી લાઇવ: ક્રૂડ ઓઈલમાં ખરીદદારી યથાવત્, સોનું 4 સપ્તાહની તેજી પર લાગી બ્રેક

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે અડધા ટકા ઘટીને 318ના સ્તરની પાસે પહોંચતી જોા મળી હતી.

MoneyControl Newsઅપડેટેડ Jun 04, 2025 પર 12:54 PM
કોમોડિટી લાઇવ: ક્રૂડ ઓઈલમાં ખરીદદારી યથાવત્, સોનું 4 સપ્તાહની તેજી પર લાગી બ્રેકકોમોડિટી લાઇવ: ક્રૂડ ઓઈલમાં ખરીદદારી યથાવત્, સોનું 4 સપ્તાહની તેજી પર લાગી બ્રેક
રાતોરાત કિંમતો આશરે 1 ટકા ઘટી. ભાવ ઘટીને 4 સપ્કાહના નીચલા સ્તરે પહોંચ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચેની વાતચીત પર બજારની નજર રહેશે.

કિંમતો આશરે 4 સપ્તાહના ઉપલા સ્તરેથી ઘટી, જોકે COMEX પર 3360 ડૉલરની પાસે કારોબાર સ્થિર રહ્યો, તો સ્થાનિક બજારમાં 97,030ના સ્તરની ઉપર કારોબાર જોવા મળ્યો હતો. USના જોબ ઓપનિંગના સારા આંકડા આવતા અને શુક્રવારે આવનાર નોન ફાર્મ પેરોલનાં આંકડા પહેલા સોનાની કિંમતોમાં વોલેટાલિટી જોવા મળી રહી છે.

રાતોરાત કિંમતો આશરે 1 ટકા ઘટી. ભાવ ઘટીને 4 સપ્કાહના નીચલા સ્તરે પહોંચ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચેની વાતચીત પર બજારની નજર રહેશે. US નોન-ફાર્મ પેરોલ ડેટા શુક્રવારે આવશે.

ચાંદીમાં ઉપલા સ્તરેથી વેચવાલી જોવા મળી, અહીં વૈશ્વિક બજારમાં ભાવ 34 ડૉલરની પાસે પહોંચ્યા, જ્યારે સ્થાનિક બજારમાં 1 લાખને પાર કારોબાર જોવા મળી રહ્યો છે. ચાંદીમાં કારોબારના ભૌગોલિક તણાવથી સેફ હેવન બાઈંગનો સપોર્ટ મળ્યો. US ફેડ સપ્ટેમ્બરમાં વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે. EV, ઇલેક્ટ્રોનિક્સ, AI, હેલ્થકેર એપ્લિકેશનના વિસ્તારથી સપોર્ટ મળ્યો. આધુનિક સૌર પેનલ 120% વધુ ચાંદી વાપરે છે. વૈશ્વિક ચાંદીના વપરાશમાં ફોટોવોલ્ટેઇક ક્ષેત્રનો હિસ્સો 15% છે.

બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળ્યા, જ્યાં શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં પોઝિટીવ કારોબાર રહ્યો, જોકે ટ્રમ્પએ સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ટેરિફ 50% વધાર્યા છે, જેને કારણે USની સ્થાનિક ઇન્ડસ્ટ્રીઝને ટેકો મળવાની આશા બની રહી છે...જેની અસર પણ કિંમતો પર દેખાઈ રહી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો