Get App

કોમોડિટી લાઇવ: ક્રૂડ ઓઈલમાં તેજી યથાવત્, સ્થાનિક બજારમાં તમામ મેટલ્સમાં તેજી

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં મજબૂતી સાથેનો કારોબાર જોવા મળ્યો, જોકે, વૈશ્વિક બજારમાં કોપર ફ્યૂચર્સમાં કિંમતો 1 મહિનાના ઉપલા સ્તરેથી તૂટી, ચાઈનામાં ઓછી રિફાઈનિંગ કેપેસિટીના આઉટલૂકના કારણે કિંમતો પર અસર જોઈ

MoneyControl Newsઅપડેટેડ Sep 09, 2025 પર 1:05 PM
કોમોડિટી લાઇવ: ક્રૂડ ઓઈલમાં તેજી યથાવત્, સ્થાનિક બજારમાં તમામ મેટલ્સમાં તેજીકોમોડિટી લાઇવ: ક્રૂડ ઓઈલમાં તેજી યથાવત્, સ્થાનિક બજારમાં તમામ મેટલ્સમાં તેજી
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં આશરે અડધા ટકાના ઘટાડા સાથે 271ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો હતો.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 27 પૈસા મજબૂત થઈ 88.27 પ્રતિ ડૉલરની સામે 88 પ્રતિ ડૉલર પર ખુલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

સોનાની ચમક આગળ વધતા comex પર ભાવ3640 ડૉલરની ઉપર પહોંચ્યા, તો સ્થાનિર બજારમાં પણ મજબૂતી સાથે 1 લાખ 88 હજારના સ્તરને પાર કારોબાર જોવા મળ્યો હતો..અહીં ફેડ દ્વારા વ્યાજ દર કાપની આશા પ્રબળ બનતા અને ડૉલર ઇન્ડેક્સમાં દબાણની અસર જોવા મળી રહી છે.

સોનામાં કારોબારની વાત કરીએ તો વૈશ્વિક બજારમાં ભાવ 3646 ડૉલરના સ્તર બનતા જોયા. બજારમાં 90% લોકોને ફેડ દ્વારા વ્યાજ દરમાં 25 bps કાપની આશા છે. આ સપ્તાહે આવનાર USના CPI અને PPIના આંકડાઓ પર ફોકસ છે. નબળા ડૉલર સામે સેન્ટ્રલ બેન્કની મજબૂત ખરીદીથી સોનાને સપોર્ટ મળ્યો. ભૌગોલિક તણાવ અને આર્થિક અનિશ્ચિતતાનો સપોર્ટ મળ્યો.

ચાંદીમાં પણ રેકોર્ડ તેજી જોવા મળી, જોકે અહીં ઉપલા સ્તરેથી મામુલી દબાણ પણ બન્યું, તેમ છતા વૈશ્વિક બજારમાં કિંમતો 41 ડૉલરની ઉપર એટલે કે ફ્યૂચરમાં ભાવ ઓગસ્ટ 2011ના ઉપલા સ્તરની પાસે પહોંચતા દેખાયા, તો સ્થાનિક બજારમાં 1 લાખ 25 હજારની ઉપર કારોબાર જોવા મળ્યો હતો. અહીં મજબૂત ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ અને ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડના કારણે કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો