Get App

કોમોડિટી લાઇવ: ક્રૂડ ઓઈલમાં તેજી, બ્રેન્ટ $65ને પાર, સોના-ચાંદીમાં રેન્જબાઉન્ડ કારોબાર

OPEC+ દેશોનું ડિસેમ્બરમાં પણ ઉત્પાદન વધારવાનો નિર્ણય કર્યો. ડિસેમ્બરમાં ઉત્પાદન 1.37 લાખ BPD વધારવાનો નિર્ણય કર્યો. 2026ના Q1માં ઉત્પાદન વધારો અટકાવશે OPEC+. ઓપેક+ કહ્યું રશિયા પર લાગેલા પ્રતિબંધની અસર દેખાવામાં સમય લાગશે. ટ્રમ્પે કહ્યું વેનેઝુએલા પર હુમલાની કોઈ યોજના નથી. JP મોર્ગન, Goldman Sachsને ક્રૂડમાં ઘટાડાની આશા છે.

MoneyControl Newsઅપડેટેડ Nov 03, 2025 પર 12:38 PM
કોમોડિટી લાઇવ: ક્રૂડ ઓઈલમાં તેજી, બ્રેન્ટ $65ને પાર, સોના-ચાંદીમાં રેન્જબાઉન્ડ કારોબારકોમોડિટી લાઇવ: ક્રૂડ ઓઈલમાં તેજી, બ્રેન્ટ $65ને પાર, સોના-ચાંદીમાં રેન્જબાઉન્ડ કારોબાર
સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં મામુલી નરમાશ સાથે 364ના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો.

શરૂઆતી કારોબારમાં ડૉલરની સામે રૂપિયો કોઇ ફેરફાર વગર 88.77 પ્રતિ ડૉલરની સામે 88.77 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની પાસે કારોબાર નોંધાયો, ઉલ્લેખનિય છે કે ડૉલર ઇન્ડેક્સ 99ના સ્તરની ઉપર યથાવત્ રહેતો જોવા મળ્યો હતો.

FY26ના Q1માં OPEC+ ઉત્પાદન વધારવાનું અટકાવશે તેવા સમાચારના કારણે ક્રૂડ ઓઈલમાં મજબૂતી જોવા મળી, જ્યાં બ્રેન્ટના ભાવ 65 ડૉલરની ઉપર પહોંચ્યા, તો NYMEX ક્રૂડમાં 61 ડૉલરની પાસે કિંમતો પહોંચતી દેખાઈ હતી.. ઉલ્લેખનિય છે કે OPEC+ની બેઠકમાં ડિસેમ્બરમાં ઉત્પાદન 1.37 લાખ bpd વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, આ સાથે જ ટ્રમ્પ તરફથી વેનેઝુએલા પર હુમલાની યોજના નહીં હોવાના નિવેદન આવતા ક્રૂડની કિંમતો પર અસર જોઈ, જોકે હવે બજારની નજર 30 નવમ્બરે થનાર OPEC+ની બેઠક પર બનેલી છે.

ફોકસમાં ક્રૂડ ઓઈલ

OPEC+ દેશોનું ડિસેમ્બરમાં પણ ઉત્પાદન વધારવાનો નિર્ણય કર્યો. ડિસેમ્બરમાં ઉત્પાદન 1.37 લાખ BPD વધારવાનો નિર્ણય કર્યો. 2026ના Q1માં ઉત્પાદન વધારો અટકાવશે OPEC+. ઓપેક+ કહ્યું રશિયા પર લાગેલા પ્રતિબંધની અસર દેખાવામાં સમય લાગશે. ટ્રમ્પે કહ્યું વેનેઝુએલા પર હુમલાની કોઈ યોજના નથી. JP મોર્ગન, Goldman Sachsને ક્રૂડમાં ઘટાડાની આશા છે. બન્ને એજન્સીઓને બ્રેન્ટનો ભાવ 60 ડૉલરની નીચે આવવાની આશા છે. OPEC+ની આગામી બેઠક 30 નવેમ્બરે થશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો